- વલસાડ ટ્રેનમાં યુવતીના મોત કેસમાં દુષ્કર્મ નહીં
- ગાંધીનગરથી આવેલા FSLરિપોર્ટમાં ખુલાસો
- હાલમાં આ રિપોર્ટ વડોદરા રેલવે પોલીસને સોંપવામાં આવ્યો
- એક મહિના બાદ પણ પોલીસ આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળ
વડોદરાઃ પીડિતાનો FSL રિપોર્ટ (Gandhinagar FSL Report) નેગેટિવ આવ્યો છે એટલે કે યુવતી પર દુષ્કર્મ (Vadodara gang rape case ) ન થયું હોવાનું સામે આવ્યું છે. જો કે પીએમ રિપોર્ટમાં યુવતી પર ઇજાના નિશાન મળ્યા હતાં. અત્યાર સુધીની તપાસમાં યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની માનતી પોલીસ યુવતીનું મોત કઇ રીતે થયું છે તે જાણવામાં અસફળ રહી છે. જો કે હજુ પણ પોલીસ દુષ્કર્મ અને આપઘાતની થીયરી પર જ કામ કરી રહી છે. FSL રિપોર્ટ મુજબ પીડિતાનું મૃત્યુ શ્વાસ રૂંધાવાને કારણે થયું છે તથા તેના પર દુષ્કર્મ થયું નથી. જો કે, હજુ ઘણા રિપોર્ટ આવવાનાં બાકી છે તપાસ ચાલુ છે. બીજા ઘણા પુરાવા મળી શકે તેમ છે. પીએમ રિપોર્ટમાં મુજબ પીડિતાને હાથના ભાગે,જાંઘના ભાગે અને ગુપ્તભાગ નજીક ઇજાના નિશાન જોવા મળ્યાં હતાં. હજુ પણ દુષ્કર્મની થીયરી પર જ તપાસ ચાલી રહી છે. અમારી ટીમ તમામ દિશામાં તપાસ કરી રહી છે તેમ બી.એસ જાદવે જણાવ્યું હતું.
આ કેસમાં થઇ રહેલી તપાસમાં નજીવી કડી મળી છે
ઉલ્લેખનીય છે કે નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ (Vadodara gang rape case) બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં ઘણા દિવસો વીતી ગયાં છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. તેમ છતાં હજી આ મામલે આરોપીઓની ઓળખ થઈ શકી નથી.