વડોદરા:ગણેશ વિસર્જન (Vadodara Ganesh Visarjan) દરમિયાન તમામ લોકોએ સહયોગ આપવા માટેની ખાતરી આપી છે. જેમાં મુસ્લિમ સમાજ તરફથી ગણેશજીની સવારી જ્યારે નીકળે તે દરેક જગ્યા ઉપર સ્વાગત થાય એ બાબતનું આયોજન કરવામાં આવ્યુ છે. (ganesh visarjan meeting peace committee) જેમાં મુસ્લિમ સમાજના યુવક મંડળ પણ ગણેશજીની સવારીની સ્વાગત કરવા માટેની તૈયારી બતાવી છે.
ગણેશ ઉત્સવ અને વિસર્જન દિવસ દરમિનયાન કાયદો વ્યવસ્થા અને કોમી એકતા જળવાય રહે તે માટે મંથન કરાયું હતું. આ ઉપરાંત ગણેશ પંડાલોમાં રાત્રીના સમયે તથા ગણપતિ વિસર્જનના દિવસે ટ્રાફિક સહિતની વ્યવસ્થા (vadodara police prparation for ganesh visarjan) જળવવા અંગે સૂચનો સાથે જ હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.