વડોદરા :વડોદરા મેયરના ટ્વિટર એકાઉન્ટના પ્રોફાઈલ ફોટો લઈ મેયરના નામે કોઈ શખ્સ છેતરપિડીં (Vadodara Fraud Case) કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ શખ્સ પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મંગાવ્યા હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ઉઠી છે. પાલિકાના એક અધિકારીએ તો ઠગના મેસેજ બાદ હજારો રૂપિયા ટ્રાન્સફર પણ કરી દીધા હોવાની વાતો સામે આવી છે. જો કે, આ અંગે અધિકારીને જાણ થતાં સાઇબર (Cyber Crime Case) ક્રાઇમમાં ફરિયાદ કરાઈ છે.
આ પણ વાંચો :આફ્રીકન ગેંગનો ભારતમાં આતંક, વડોદરાના વેપારીના રૂપિયા 19 લાખ પડાવ્યા
પાલિકાના અધિકારીઓ કેટલા પૈસા કર્યા ટ્રાન્સફર -વડોદરાનામેયર કેયુર રોકડિયાના (Vadodara Mayor Keur Rokadia) ફોટાનો ઉપયોગ કરી ભેજાબાજે અજાણ્યા નંબર પરથી પાલિકાના હોદ્દેદારોને તેમજ અધિકારીઓને મેસેજ કર્યા હતા. મેસેજમાં જણાવ્યું હતું કે, હું એક મહત્વપૂર્ણ બેઠકમાં છું, જેમાં મર્યાદિત ફોન કોલ્સ લઈ શકું છું. તમે મારા માટે તાત્કાલિક કંઈ કરો. મેયરના ફોટા સાથેનો મેસેજ જોઈ હોદ્દેદારો અને વેપારીઓએ જવાબ આપ્યો હતો. જે બાદ ભેજાબાજે ઓનલાઈન એપ્લિકેશન મારફતે નાણાં (Vadodara Crime Case) માંગ્યા હતાં. જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જિજ્ઞેશ ગોહિલે તુરંત 50 હજાર મોકલી દીધા હતા.
આ પણ વાંચો :બોગસ વેબસાઈટ બનાવી 71 વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી
નાણાં મોકલનાર અધિકારીએ કરી ફરિયાદ -તોબીજી તરફ અન્ય હોદ્દેદારે 100 રૂપિયા મોકલી ટેસ્ટિંગ કર્યું હતું. આ અંગેની જાણ થતાં મેયરે સાઈબર એક્સપર્ટનું ધ્યાન દોર્યું હતું. જ્યારે નાણાં મોકલનાર અધિકારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ એક હોદ્દેદારે પણ સોશિયલ મીડિયામાં આવેલા મેસેજને સાચો માની 84 હજાર ગુમાવ્યા હતા. આ અંગે મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, કેટલાક હોદ્દેદારો અને અધિકારીઓને મારા ફોટાવાળા અજાણ્યા નંબરથી મેસેજ આવ્યા છે, તેવું જાણવા મળ્યું છે. આ હું નથી, ફ્રોડ લોકો છે. આવા લોકોને રૂપિયા આપવા નહિ. ઓટીપી અને પાસવર્ડ શેર ન કરશો. મારા ધ્યાને આ બાબત આવતાં જ આ અંગે પોલીસને (Vadodara Cyber Crime) જાણ કરી છે.