ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં તૌકતે વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા બદામડી બાગ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો - tauktae cyclone

તૌકતે વાવાઝોડાને લઈને શહેરનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડાને લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ જિલ્લાના કલેક્ટરને જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા બદામડી બાગ ખાતે વાવાઝોડાને લઈને એક કન્ટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે.

તૌકતે વાવાઝોડાને લઇને વડોદરામાં તંત્ર દ્વારા બદામડી બાગ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો
તૌકતે વાવાઝોડાને લઇને વડોદરામાં તંત્ર દ્વારા બદામડી બાગ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

By

Published : May 17, 2021, 5:29 PM IST

  • સંભવિત વાવાઝોડુ રાજપુર ઉત્તર ગુજરાતમાં દરિયાકિનારે તથા આસપાસમાં ટકરાશે
  • હોસ્પિટલના પુરવઠાકારો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી
  • ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટમાંથી પણ 30 દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા

વડોદરાઃ તૌકતે વાવાઝોડા લઈને તંત્ર એલર્ટ છે, સંભવિત વાવાઝોડુ રાજપુર ઉત્તર ગુજરાતમાં દરિયાકિનારે તથા આસપાસમાં ટકરાશે. તેને લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર સાથે સમીક્ષા બેઠક કરી જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાને લઇને વડોદરામાં તંત્ર દ્વારા બદામડી બાગ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

આ પણ વાંચોઃરાત્રે 8 વાગે વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે, દીવ અને મહુવામાં વધારે અસર થશે, સરકારે કરી તમામ વ્યવસ્થા

ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે પણ બેઠક યોજવામાં આવી હતી

વડોદરા જિલ્લા કલેક્ટર ખાતે જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલની અઘ્યક્ષતામાં તમામ તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે પણ બેઠક યોજી હતી. હોસ્પિટલના પુરવઠાકારો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દર્દીના સગા માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટમાંથી પણ 30 દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા.

તૌકતે વાવાઝોડાને લઇને વડોદરા જિલ્લા તંત્ર દ્વારા બદામડી બાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો

તંત્ર દ્વારા 3 દિવસ માટે બદામડી બાગ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે

તૌકતે વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા પણ બદામડી બાગ પાસે 3 દિવસ માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીને લઈને કોર્પોરેશન દ્વારા આ કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.

વાવાઝોડાને લઇને વિવિધ એન્જિનિયરને જવાબદારી સોંપવામાં આવી છે

કોર્પોરેશનના બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા નાયબ કાર્યપાલક ઇજનેર ,રોડ પ્રોજેક્ટના એડિશનલ આસિસ્ટન્ટ, એન્જિનિયર ,ફ્યુચરિસ્ટિક પલાસિગ સેલના નાયબ કાર્યપાલક ઇજનેર ,પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના એડી.આસી.એન્જિનિયર, રોડ પ્રોજેક્ટ નાયબ કાર્યપાલક એન્જિનિયર, પાણી પુરવઠા નાયબ કાર્યપાલક ઇજનેર અને બ્રિજ પ્રોજેક્ટના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

તૌકતે વાવાઝોડાને લઇને વડોદરા જિલ્લા તંત્ર દ્વારા બદામડી બાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વડોદરામાં કુલ 18 ટીમો સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે

આ અધિકારીઓ પોતાના તાબા હેઠળના કર્મચારીઓ સાથે બદામડી બાગ કલાભવન મેદાન ખાતે કાર્યરત કન્ટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવશે. બીજી તરફ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વડોદરામાં કુલ 18 ટીમો સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે.

સંભવિત વાવાઝોડાને લઈ જરૂરી સુચના અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું

આજે મુખ્યપ્રધાન દ્વારા જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. ત્યાર બાદ વડોદરા જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલની અધ્યક્ષતામાં ધારાસભા હોલ ખાતે અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં સંભવિત વાવાઝોડાને લઈ જરૂરી સુચના અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જે તૈયારી અંગેની બેઠકમાં ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા વડોદરા શહેરમાં કરવામાં આવેલી તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

તૌકતે વાવાઝોડાને લઇને વડોદરા જિલ્લા તંત્ર દ્વારા બદામડી બાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો

તમામ કોવિડ હોસ્પિટલ્સમાં ડીજી સેટની તૈયારીઓ ઈમરજન્સી કરવામાં આવી છે

મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ ખાતે સંકલન કરી ઝડપી પવનના કારણે તેમજ અન્ય કારણોસર વીજપુરવઠો ખોરવાય તેવી પરિસ્થિતિમાં ઝડપથી કામગીરી કરવામાં આવી છે તથા તમામ કોવિડ હોસ્પિટલ્સમાં ડીજી સેટની તૈયારીઓ ઈમરજન્સી કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે

તૌકતે વાવાઝોડાને લઇને વડોદરા જિલ્લા તંત્ર દ્વારા બદામડી બાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો

આ પણ વાંચોઃવડોદરામાં તૌકતે વાવાઝોડાના કારણે સર્જાનારી પરિસ્થિતિ અંગે ખાનગી હોસ્પિટલ્સના સંચાલકોને સાવચેત કરાયા

વાવાઝોડા સમયે ઝાડ નીચે, ઇલેક્ટ્રીક પોલ કે જોખમી જગ્યાએ ના જવા તાકીદ કરવામાં આવી છે

વાવાઝોડા સમયે ઝાડ નીચે, ઇલેક્ટ્રીક પોલ કે જોખમી જગ્યાએ ના જવા તાકીદ કરવામાં આવી છે. આ તમામ તૈયારીઓ સંદર્ભે ચીફ ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ દ્વારા ઇમરજન્સી ફ્લડ કંટ્રોલ રૂમનો જે નંબર હતો, એ 3 દિવસ માટે તૌકતે વાવાઝોડાને લઈને કન્ટ્રોલ રૂમ બદામડી બાગ ખાતે ચાલુ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details