- બાળકના અપહરણ મામલે જિલ્લા પોલીસને મોટી સફળતા હાથ લાગી
- બાળકને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
- રાત્રી દરમિયાન બાળકનું અપહરણ કરાયું હતું
વડોદરા : વડોદરા જિલ્લાનાં રહેવાસી પૂનમ ટીનાભાઇ દેવીપૂજકનાં પત્ની સંગીતાબેને 15 ઓક્ટોબરનાં રોજ બાળકને જન્મ આપ્યો હતો. 20 ઓક્ટોબરના રોજ રાત્રિના બે વાગ્યાની આસપાસ બાળકને પથારીમાં ન જોતાં તેઓ હચમચી ઊઠ્યા હતા. તે દરમિયાન તેમને ગુમ થયાંની ફરીયાદ પણ નોંધાવી હતી જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ, SOG, પેરોલ ફર્લો સ્કવોડ સહિત ની 8 ટીમોએ બાળકને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. બાળકને શોધવા માટે CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
રાત્રી દરમિયાન બાળકનું અપહરણ કરાયું
વડોદરા જિલ્લા પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનાં પણસી ગામના રહેવાસી કલ્પેશ રમણસિંહ રાઠોડની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેને પકડીને પૂછપરછ કરવામાં આવી હતી. તેને જણાવ્યું કે, આર્મી પરિવારના દંપતીને સંતાન ન હોવાથી છેલ્લા 6 મહિનાથી કલ્પેશ રાઠોડના સંપર્કમાં હતો. આર્મી પરિવારના દંપતીએ બાળક લાવી આપવા નાણાં આપવાની ઓફર કરી હતી. જેથી તેને વડોદરામાં રહેતા પ્રવિણ ચુનારા અને દક્ષાબેન ચુનારાનો સંપર્ક કર્યો હતો અને બાળક લાવી આપવા માટે પૈસા આપવાની વાત કરી હતી. કાળીદાસ દેવીપૂજક અને રમણઇ રાઠોડિયાએ ભગવાનપૂરા ગામમાં રાત્રી દરમિયાન આ બાળકનું અપહરણ કર્યું હતું.
બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યું