ગ્રામ્ય પોલીસની બુટલેગરો સામે લાલ આંખ
પોલીસ થી બચવા નવો કીમિયો ગાડીના ચોરખાનામાં દારૂનો જથ્થો સંતાડયો
કોટંબી બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી એલસીબીએ ઝડપી પાડી
ગ્રામ્ય પોલીસની બુટલેગરો સામે લાલ આંખ
પોલીસ થી બચવા નવો કીમિયો ગાડીના ચોરખાનામાં દારૂનો જથ્થો સંતાડયો
કોટંબી બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી એલસીબીએ ઝડપી પાડી
વડોદરા : ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમય દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગાડીના ચોર ખાનામાં સંતાડીને હાલોલથી વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે.જેના આધારે પોલીસે કોટંબી બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી.
8.73 લાખનો મુદ્દામાલ જપ્ત,એકને વોન્ટેડ જાહેર કર્યો
પોલીસે બાતમી મુજબની ગાડી આવતાં જ તેને અટકાવી હતી. અને તેમાં તલાશી લેતા પાછળના ભાગે પતરાની નીચે ચોરખાનું બનાવી સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારમાં સવાર ચિત્તોડગઢના રહેવાથી કૈલાશ અને બનાસકાંઠાના રહેવાસી વિપુલ નામના વ્યક્તિની અટકાયત કરી હતી.આ દારૂનો જથ્થો કયાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાનો હતો. તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક પૂછતાછ દરમિયાન આ દારૂનો જથ્થો રાજસ્થાનના વિજેશ નામના વ્યક્તિએ મોકલ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.