- 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના રસીકરણનો પ્રારંભ
- જિલ્લા કલેક્ટરે કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
- પુષ્પગુચ્છ આપી રસી મૂકાવા આવેલા નાગરીકોનુ અભિવાદન કર્યું
- મેં રસી મૂકાવી છે તમે પણ રસી મૂકાવજો : કલેક્ટર શાલિની અગ્રવાલ
વડોદરા: શહેર અને જિલ્લામાં કોરોનાંનો આતંક વધવા માંડ્યો છે, ત્યારે તંત્ર દ્વારા રસીકરણ કરવાની કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે. આજે શુક્રવારથી 45 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ નાગરિકોને જણાવ્યું કે મેં પણ રસી લીધી છે તમે પણ રસી મૂકાવજો અને તમારી નજીકના લોકોને પણ રસી મૂકાવવા માટે પ્રેરિત કરજો. જેથી સમગ્ર દેશ આ મહામારીમાંથી બહાર આવી શકે.
આ પણ વાંચો :કોરોનાના બીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ, જાણો કઇ રીતે થાય છે નોંધણી