ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા જિલ્લા કલેક્ટરે ભાયલી, સેવાસી, અંકોડિયા ગામની મુલાકાત લીધી - સેવાસી

વડોદરા જિલ્લા કલેકટરે ભાયલી, સેવાસી, અંકોડિયા ગામની મુલાકાત લઈ ધન્વંતરિ રથ અને સર્વે ટીમ દ્વારા કોવિડ વિષયક થઈ રહેલી સઘન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે સગર્ભા મહિલા તબીબ અને આરોગ્ય કર્મીઓની કામગીરીને બિરદાવી હતી.

Shalini Agarwal
Shalini Agarwal

By

Published : Dec 1, 2020, 5:14 AM IST

  • વડોદરા જિલ્લા કલેકટરે ભાયલી સેવાસી અને અંકોડિયા ગામોની મુલાકાત લીધી
  • ધન્વંતરિ રથ અને સર્વે ટીમ દ્વારા કોવિડ વિષયક કામગીરીનું નિરીક્ષણ કર્યું
  • કલેક્ટરે મેળવ્યા લોક અભિપ્રાય

વડોદરા : જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા તાલુકાના ગ્રામ વિસ્તારોની મુલાકાત લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા અને ડોર ટુ ડોર સર્વેક્ષણની ટીમ દ્વારા કોવિડનો ચેપ રોકવા માટે થઈ રહેલી સઘન આરોગ્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

વડોદરા જિલ્લા કલેકટરે ભાયલી, સેવાસી, અંકોડિયા ગામની મુલાકાત લીધી

સગર્ભા મહિલા તબીબ સહિત આરોગ્ય કર્મયોગીઓની સમર્પિત કામગીરીને બિરદાવી

જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે અગાઉ જે લોકો કોરોના મુક્ત થયા છે. એવા ગ્રામજનોની ભાળ લેવાની સાથે આરોગ્ય ટીમની કામગીરી અંગે લોક અભિપ્રાયો મેળવ્યા હતા અને હકારાત્મક લોક અભિપ્રાય માટે આરોગ્યના કર્મયોગીઓને બિરદાવ્યા હતા. તેમને ખાસ કરીને સગર્ભા મહિલા તબીબ અને એ.એન.એમ. બહેનની ફરજ પરસ્તીને પ્રેરક ગણાવીને બિરદાવી હતી.

આરોગ્ય કર્મીઓની કામગીરીને બિરદાવી

32 ધન્વંતરિ આરોગ્ય રથો દ્વારા દિવસના 100થી 120 લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ આપે છે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત આ મુલાકાત દરમિયાન તેમની સાથે હાજર રહ્યા હતા. તેમને ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત સમયે રેપિડ એન્ટીજન ટેસ્ટ માટેના સેમ્પલિંગની કાર્યવાહીનું નિરીક્ષણ કરવાની સાથે જેમનો ટેસ્ટ નેગેટિવ આવે અને તેમ છતાં કોરોનાના લક્ષણો જણાતા હોય તેવા લોકોનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અવશ્ય કરવાની સૂચના આપી હતી. હાલમાં જિલ્લામાં 32 ધન્વંતરિ આરોગ્ય રથો દ્વારા પ્રત્યેક રથ દીઠ દિવસના 100થી 120 લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે.

કલેક્ટરે મેળવ્યા લોક અભિપ્રાય

વડીલો અને બાળકોની આરોગ્ય વિષયક અને સેવા વિષયક પૃચ્છા કરી

કલેક્ટરે સેવાસી ખાતે આરોગ્ય રથ દ્વારા નિદાન, સારવાર અને સેમ્પ્લિંગની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથે કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેમને અંકોડીયા ગામે આરોગ્ય ટીમ દ્વારા થઈ રહેલી ડોર ટુ ડોર સર્વેની કામગીરી નિહાળવાની સાથે વડીલો અને બાળકોની આરોગ્ય વિષયક અને સેવા વિષયક પૃચ્છા કરી હતી. લોકોએ આરોગ્ય સેવાઓને સંતોષજનક ગણાવી હતી. તેમને લોકો સાથે સંવાદ કર્યો હતો અને આરોગ્ય અંગે પૃચ્છા કરવાની સાથે માસ્ક અવશ્ય પહેરવા બિન જરૂરી અવર જવર સદંતર ટાળવા અને સોશિયલ ડિસ્ટન્સ પાળવા સેનિટાઇઝેસન અને સાબુથી હાથ ધોવાના નિયમોનું પાલન કરવા અને ભીડભાડ કરવાથી અને એવી જગ્યાઓથી દૂર રહેવા ખાસ અનુરોધ કરીને સાવચેતીને જ શ્રેષ્ઠ ગણાવ્યું હતું.

ધન્વંતરિ રથ અને સર્વે ટીમ દ્વારા કોવિડ વિષયક કામગીરીનું નિરીક્ષણ કર્યું

ABOUT THE AUTHOR

...view details