- વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનમાં લૂંટ ચલાવતી ટોળકી ઝડપી
- 13 લુટનો અંજામ આપનારને હરિયાણાથી ઝડપી પાડ્યા
- 4 આરોપી સાથે 13,87,000નો મુદ્દમાલ કબજે કર્યો
વડોદરાઃ શહેરની રેલ્વે પોલીસે ટ્રેનને ટાર્ગેટ કરી લુંટ (Robbery in train) ચલાવતી ટોળકીને ઝડપી પાડી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાંથી પસાર થતી ટ્રેનોને સુમસામ વિસ્તારોમાં લોન્ગ ડિસ્ટન્સ અને દક્ષિણ ભારત સુધી જતી ટ્રેનોને નિશાન બનાવતા હતા. ટ્રેનને ફક્ત 1 રૂપિયાની મદદથી રોકીને ટ્રેનમાં લૂંટ (Robbery in train) ચલાવતી અને 13 લૂંટોને અંજામ આપનારી આંતરરાજ્ય ટોહાના ગેંગને હરિયાણાથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.
રેલવે ક્રોસિંગ પર ગાર્ડ ન હોવાથી ઉઠાવતા ફાયદા
રેલવે પોલીસ (Relve Police) અધિક્ષક પરીક્ષિતા રાઠોડના જણાવ્યા મુજબ, હરિયાણાના ટોહાના જિલ્લાના આંતરરાજ્ય ટોહાના ગેંગના ઝડપાયેલા આ ચાર આરોપીઓ ફક્ત 1 રૂપિયાથી જ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થતી ટ્રેનોને સુમસામ વિસ્તારોમાં લોન્ગ ડિસ્ટન્સ અને દક્ષિણ ભારત સુધી જતી ટ્રેનોને નિશાન બનાવતા હતા. દરેક રેલવે ક્રોસિંગ પર આવેલા ટ્રેક્સ પર બેરિકેડ હોય છે. અહીંયા લોખંડનો સળિયો અથવા 1 રૂપિયાનો અથવા 5 રૂપિયાનો સિક્કો નાંખવામાં આવે તો સિગ્નલ રેડ થઈ જાય છે. હાઈવે નજીક જ્યાં રેલવે ક્રોસિંગ પર ગાર્ડ અથવા કર્મચારી હોતા નથી, ત્યાં આરોપીની ગેંગ પહોંચી જાય છે. ત્યાર પછી રેડ સિગ્નલ કરીને ગાડીને રોકે છે. રેલ્વે સ્ટેશનના પહેલા ટ્રેક પર એક સર્કિટ હોય છે. જેને ટ્રેક સર્કિટ કહેવાય છે. જો ટ્રેક સેફ હોય તો સિગ્નલ ગ્રીન થઈ જાય છે. જો ફોલ્ટ હશે તો રેડ થઈ જાય છે. જો સિગ્નલ રેડ થાય તો ડ્રાઇવર તાત્કાલિક ટ્રેન રોકતા હતા. આ ઘટના પછી ફરીથી ટ્રેનની સફર ચાલુ કરવા માટે 15 થી 20 મિનિટનો સમય લાગે છે. જ્યાં સુધી સિગ્નલ ગ્રીન ના થાય ત્યાં સુધીમાં તો આ ગેંગ લૂંટફાટ કરીને ફરાર થઈ જાય છે.
રેલવે LCBએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો