- રિક્ષામાં પેસેન્જર બેસાડી 800 ડોલરની ચોરી કરનારા 2 શખ્સો ઝડપાયા
- ક્રાઈમ બ્રાન્ચની ટીમે સમા કેનાલ પાસેથી બંન્ને ઈસમોને ઝડપી લીધા
- બંન્ને શખ્સોના કોરોનાં ટેસ્ટ બાદ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાશે
વડોદરાઃ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે વડોદરા નજીક સમા કેનાલ પાસેથી શંકાસ્પદ ઓટો રિક્ષામાં બે શખ્સોને ચોરીના 800 ડોલર સાથે ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ પકડાતા માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલા અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. રિક્ષામાં પેસેન્જર ભરી મુસાફરની નજર ચૂકવી નવી ટેક્નિકથી ચોરી કરી રહ્યા હતા.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રિક્ષામાં પેસેન્જર ભરી 800 ડોલરની ચોરી કરનારા બે શખસને ઝડપ્યા આરોપીઓએ ચોરી કર્યાનું કબૂલ્યું વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, સમા કેનાલ પાસે રિક્ષામાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બે શખ્સો આવવાના છે. એટલે પોલીસે સ્થળ પર પહોંચી (મૂળ રહે. રાજપરા ગામ,ત પાલીતાણા, ભાવનગર) (હાલ રહે. સૂરજનગર કેનાલ રોડ સમા)નો વશરમા મેઘજીભાઈ દંતાણિયા અને બીજો ઈસમ (મૂળ રહે. બામરણ ગામ ખાંભા અમરેલી) (હાલ રહે. સૂરજનગર સમા)ના બાવકુભાઈ નાનજીભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા. બંને શખસની પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા માંજલપુર પોલીસ મથકની હદમાંથી રિક્ષામાં પેસેન્જરો ભરી એક પેસેન્જરના પાકિટમાંથી 800 અમેરિકન ડોલરની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. અને તેમની 800 ડોલર અને એક રિક્ષા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રિક્ષામાં પેસેન્જર ભરી 800 ડોલરની ચોરી કરનારા બે શખસને ઝડપ્યા