વડોદરાઈન્ટરનેટ પર અત્યારે લોન એપ્લિકેશનથી પૈસા મેળવી અને તેને ભરપાઈ કર્યા બાદ પણ પૈસાની માગણી કરવાના કિસ્સાઓ વધ્યા છે. એટલું જ નહીં કેટલીક વખત તો લોન માફિયાઓ લોન લેનારા વ્યક્તિના (Vadodara Crime News) ફોટો મોર્ફ કરીને અન્ય પરિચીતને મોકલવાની ધમકી પણ આપતા હોય (loan fraud scam) છે. વડોદરાના ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી સંચાલિત મોબાઈલ એપ્લીકેશન થકી થતા લોન ફ્રોડનો પર્દાફાશ (Vadodara Crime Branch) કર્યો છે.
સાઈબર ક્રાઈમ આવી એક્શનમાં બિભત્સ મેસેજ આવ્યા વડોદરા સાયબર ક્રાઇમ પોલીસમાં (Vadodara Crime Branch) પ્રશાંત રોહિત કુમાર જગતાપે ફરિયાદ નોંધાવી હતી કે, કેશબસ ન્યૂ (cashbus new loan app) નામની લોન એપ્લિકેશનમાંથી તેમણે લોન લીધી હતી. ઓનલાઇન લોન ભરપાઈ કર્યા બાદ પણ રિપેમેન્ટ કરવા અલગ અલગ નંબરોથી ફોન આવતા હતા અને બિભત્સ ડીટ કરેલા ફોટો પરિચીતને મોકલવાની ધમકીઓ આપવામાં આવી હતી. મારા મોબાઇલ ફોન પર SMS પણ આવ્યા હતા, જેમાં લોન (loan fraud scam) આપનારી અલગ અલગ એપ્લિકેશન Wonder Loan, Royal Cash, CashBusNew, Kredit Flund, EggPlantની એપ જાતે જ ડાઉનલોડ થઈ જતી હતી. જેમાં લોન લીધા વગર જ રીપેમેન્ટ માટે ફોન કરી પરેશાન કરવાનું અને ધમકી આપવાનું (vadodara cyber crime) શરૂ થઇ ગયું હતું.
સાઈબર ક્રાઈમ આવી એક્શનમાં આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને સાયબર ક્રાઇમ (vadodara cyber crime) એક્શનમાં આવી હતી. ટીમ ટેક્નિકલ સોર્સ તથા આરોપીઓના લોકેશન મેળવી તેમને પકડવા દિલ્હી અને ગુડગાંવ પહોંચ્યા હતા. ત્યારબાદ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી આરોપીઓને પકડી પાડવામાં મદદ મળી હતી. ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ (vadodara cyber crime) ત્રણ આરોપીઓ મૂળ ઝારખંડના 23 વર્ષીય સંદિપ કુમાર કેદારપ્રસાદ માતો, મૂળ ઉત્તરપ્રદેશના 23 વર્ષીય લક્ષ્મણ રાજનસિંગ ચૌહાણ અને મૂળ બિહારના 24 વર્ષીય અબુસોફિયાન મોજીબુર રહેમાનની ધરપકડ કરી હતી.
આરોપીઓ પાસેથી આ સામાન કર્યો કબજે આરોપીઓ પાસેથી પોલીસે 3 લેપટોપ, 1 રાઉટર, 1 માઉસ, 6 મોબાઇલ, 3 લેપટોપ એડેપ્ટર સહિતનો સામાન કબજે કર્યો હતો. કોર્ટે આરોપીઓને 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મામલાની ઉંડાણ પૂર્વક તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ રીતે લોનના (loan fraud scam) રિપેમેન્ટ માટે ભારત, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને તાન્ઝાનિયાથી અલગ અલગ કોલ સેન્ટર ચલાવવામાં આવે છે. જેનું સીધું સંચાલન ચાઇનાથી કરવામાં આવે છે. લોનનો કસ્ટમર ડેટા ભારતની બહાર આવેલા સર્વરમાં સ્ટોર કર્યા બાદ તેનો ઉપયોગ કરીને રિકવરી કરાય છે. તેમાં વોટ્સએપ કોલિંગ તથા MNICRODIP-STI જેવા ડાયલર થકી કોલ કરવામાં આવે છે. દરેક કોલ અલગ અલગ નંબર પરથી થાય છે. આ કોલ સેન્ટર રહેણાંક વિસ્તારમાં અથવા તો દુર્ગમ વિસ્તારમાં જ્યાં કોઇનું ખાસ ધ્યાન ન જાય તેવી રીતે એજન્ટો મારફતે ચલાવવામાં આવે છે.
ઊંચા વ્યાજે પૈસા ઉઘરાવવાનું નેટવર્ક ઈન્સ્ટન્ટ લોનના ગુનામાં લોન એપ્લીકેશનથી આપવામાં આવે છે. જેમાં કસ્ટમરને લોન (loan fraud scam) આપવા માટે SMS લિન્ક મોકલીને ચાઈનીઝ લોન એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવે છે. તો અમુક ચાઇનીઝ લોન એપ્લીકેશન થોડાક દિવસ સુધી ગુગલ પ્લે સ્ટોર પર રાખ્યા બાદ તેને કાઢી નાખવામાં આવે છે. અથવા તેનું નામ બદલીને બીજી એપ્લિકેશન ચાલુ કરવામાં આવે છે. ત્યારબાદ ઊંચા વ્યાજે પૈસા ઉઘરાવવા માટેનું ઠગાઇનું નેટવર્ક (loan fraud scam) ચાલુ થાય છે.
એક આરોપી ચાઈના જઈ આવ્યો છે આમ, ગઠિયાઓ ગુગલ પ્લે સ્ટોરની પૉલિસી સાથે પણ ઠગાઇ કરે છે. ક્રાઇમ બ્રાન્ચના (Vadodara Crime Branch) હાથ લાગેલા અબુસોફીયાન વર્ષ 2018માં ચાઇનામાં જઇને ચાઇનીઝ શીખ્યો હતો. અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં ચાઇનીઝ દ્વિભાષીયા તરીકે કામ કરતો હતો. કંપની બંધ થતા તે નિકોલસના સંપર્કમાં આવ્યો હતો. તેના પાસેથી તે આઇડી પાસવર્ડ મેળવીને લોન રિકવરીનું કામ કરાવતો હતો. જે આઇડી પાસવર્ડથી લિંક ખુલતી તેમાં લોન લેનારનો ડેટા આ લોકો મેળવી લેતા અને ઠગાઇનું નેટવર્ક ચલાવતા હતા.
ચાઈનીઝ સર્વરમાં સેવ થતા ડેટા લોન લેનારના તમામ ડેટા ચાઇનીઝ સર્વરમાં સેવ થતા હોય છે. અબુસોફિયાન લોન રિકવરીના ડેટા રીકવરી એજન્ટને આપતો હતો. એજન્ટ કસ્ટમરના ડેટા મેળવી 15 જેટલી એપ્લિકેશન માટે રિકવરી કરતા હતા. આ માટે આર. સી. રેસીડેન્સી ફ્લેટ, સુક્રાલી માતાવાલી ગલી, સેક્ટર - 17, ગુડગ્રામ હરિયાણાના ફ્લેટમાંથી રિકવરીનું કામ ચાલતું હતું.