ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘણી વખત ચોરાઈ રહ્યા હતા ઈકો કારના સાયલેન્સર, ક્રાઈમબ્રાન્ચે એકસાથે ઉકેલ્યા 32 ગુના - વડોદરામાં ચોરીના કેસ વધ્યા

વડોદરામાં ક્રાઈમબ્રાન્ચની ટીમે કારમાંથી સાયલેન્સરની ચોરી કરતી ટોળકીને (Car silencer theft in Vadodara) ઝડપી પાડી હતી. આ સાથે જ ક્રાઈમબ્રાન્ચે એકસાથે (Major action of Vadodara Crime Branch) 32 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો.

ક્રાઈમબ્રાન્ચે એકસાથે ઉકેલ્યા અધધ 32 ગુના, કઈ રીતે મળી સફળતા, જૂઓ
ક્રાઈમબ્રાન્ચે એકસાથે ઉકેલ્યા અધધ 32 ગુના, કઈ રીતે મળી સફળતા, જૂઓ

By

Published : Jul 29, 2022, 2:09 PM IST

Updated : Jul 29, 2022, 2:57 PM IST

વડોદરાઃ શહેરમાં ચોરીની ઘટના ઓછી થવાનું નામ જ નથી લઈ (Theft cases increased in Vadodara) રહી. તેવામાં હવે ઈકો કારના સાયલેન્સરની ચોરી કરતી ટોળકી (Car silencer theft in Vadodara) સક્રિય થઈ હતી. ત્યારે ક્રાઈમબ્રાન્ચે આ ટોળકીને ઝડપી પાડી હતી. ક્રાઈમબ્રાન્ચે (Major action of Vadodara Crime Branch) 3 આરોપીની અટકાયત કરી કુલ 32 જેટલા ગુનાઓનો ભેદ એકસાથે ઉકેલી કાઢ્યો હતો. સાથે જ આરોપીઓએ વિવિધ વિસ્તારમાં ઈકો કારના સાયલેન્સરની ચોરી કર્યા હોવાની પણ કબૂલાત કરી હતી.

2 વર્ષમાં અનેક ચોરીના ગુના નોંધાયા

2 વર્ષમાં અનેક ચોરીના ગુના નોંધાયા -ઈકો કારના સાયલેન્સરની માટીની બજારમાં ઊંચી કિંમત (Car silencer theft in Vadodara) આવે છે. ત્યારે બજારમાં સાયલેન્સર 50,000 રૂપિયા સુધીની કિંમતમાં વેચવામાં આવે છે. અહીં સાયલેન્સરની ચોરી કરતા તત્વો વર્ષોથી સક્રિય છે. શહેરમાં છેલ્લા 2 વર્ષથી આવા અનેક ચોરીના ગુના (Car silencer theft in Vadodara) નોંધાયા હતા. ખાસ કરીને ગોરવા, ગોત્રી, લક્ષ્મીપુરા, ફતેહગંજ સહિતના પોલીસ મથક વિસ્તારમાં આવી ચોરીઓ નોંધાતી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

કારમાંથી સાયલેન્સરની ચોરી કરતી ટોળકી ઝડપાઈ

આ પણ વાંચો-તસ્કરોએ હદ વટાવી, ચડ્ડી બનિયાન ગેંગ આખી તિજોરી જ ઉઠાવી ગયા! ઘટનાCCTVમાં કેદ

CCTV ફુટેજના આધારે પગેરું મળ્યું -ક્રાઈમબ્રાન્ચે ચોરી થયાના સ્થળ પર અને આસપાસના CCTV તપાસ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, આ સાયલેન્સર ચોરી કરતી ગેંગ એક ખાસ વિસ્તારમાં જ સક્રિય છે, જ્યાં વોચ ગોઠવતા રિક્ષા નંબર GJ 06 YY 7865ને રોકીને તપાસ કરવામાં આવી હતી. તેમાંથી ચોરીના સાયલેન્સર મળી (Car silencer theft in Vadodara) આવ્યા હતા. તો રિક્ષાચાલક અનિલ ડાભીની પૂછપરછ કરતા સમગ્ર સાયલેન્સર ચોરીનો ભેદ ઉકેલાયો (Theft cases increased in Vadodara) હતો.

આ પણ વાંચો-દેશ વિદેશમાં ફરવા જજો પણ આવું ન કરતા, પોલીસ કરી શકે છે કાર્યવાહી

સાયલેન્સર ચોરી કરીને 5,000માં ગેરેજ સંચાલકોને વેચતા-ગોરવા સમતા વિસ્તારમાં રહેતો અનિલ ડાભી વિવિધ વિસ્તારમાં પાર્ક કરેલી ઈકો કારના સાયલેન્સર ચોરી કરવા માટે રાત્રિના સમયે (Car silencer theft in Vadodara) નીકળતો હતો. તે આ ચોરીના (Theft cases increased in Vadodara) સાયલેન્સર નવા યાર્ડ રોડ પર આવેલા સિરાજ નામના ગેરેજ સંચાલક તેમ જ આણંદના ભાલેજ રોડ પર સલીમ ગુલામનબી વોહરાને આપતો હોવાની (Selling stolen silencers) કબૂલાત કરી હતી. આ સાયલેન્સરને કાપી અને તેમાંથી નીકળતી માટીના 5,000 રૂપિયા મળતા હતા. જોકે, તેની સાચી કિંમત 50,000 રૂપિયાથી પણ વધુ હતું.

Last Updated : Jul 29, 2022, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details