વડોદરા આજના આધુનિક ટેકનોલોજી અને ડિજિટલના જમાનામાં ઠગાઈ કરનાર ઠગોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ભારત સરકારની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ આરબીઆઈના બનાવટી લેટર ( Cheated with dummy document ) થકી રૂપિયા 2 કરોડ 81 લાખ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઈ ( 2 crore 81 lakh cheating cases of Vadodara ) કરનાર ગુનામાં સંડોવાયેલા બે આરોપીને હૈદરાબાદ ખાતેથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત ( Vadodara crime branch arrest two accused from hyderabad ) કરવામાં આવી છે.
ડમી ડોક્યુમેન્ટથી ઠગાઈ કરીવડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને ગત તારીખ 29/04/22 ના રોજ ફરિયાદ નોંધાવાઇ હતી. ફરિયાદના આધારે સાત જેટલા આરોપી સામે 21/09/20 થી 21/02/21 સુધીના સમયગાળામાં ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદીના ખાતામાંથી આરટીજીએસ અને એનઇએફટી દ્વારા રૂપિયા 2 કરોડ 81 લાખ ટ્રાન્સફર ( 2 crore 81 lakh cheating cases of Vadodara ) કરાવી લીધાં હતાં. ફરિયાદીએ પૈસા પરત માંગતા એક્સિસ બેન્કના પેમેન્ટ બુકિંગ રીસીપ્ટ તથા રેમીટન્સને લગતા ડોક્યુમેન્ટ તથા થાઇબેવરેજીસ કંપનીનો ખોટો લેટરપેડ બનાવી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આ બનાવટી ડોક્યુમેન્ટો ( Cheated with dummy document ) આપી ફરિયાદીના રૂપિયા પરત કર્યાં ન ( Vadodara Crime News ) હતાં.આમ છેતરપિંડીના આ કેસમાં ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી.