વડોદરા : ગુજરાતના ઇતિહાસમાં સંભવત પહેલી વખત મોટી માત્રામાં રૂ. 3 હજાર કરોડ ઉપરાંતનું એમડી ડ્રગ્સ વિવિધ લોકેશન પરથી તેમ જ મોક્સી ગામની ડ્રગ ફેક્ટરીમાં ત્રણ દિવસ પહેલા મળી આવ્યું હતું. જેમાં વડોદરા પાસે આવેલા મોક્સી ગામની સીમમાં આવેલી નેક્ટર કેમમાંથી રૂ. 1125 કરોડનું એમડી ડ્રગ્સ મળ્યું હતું. આ મામલે બે લોકોની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી હતી. નેક્ટર કેમમાંથી 1125 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું તે મામલે આજે ગુજરાત એટીએસ દ્વારા વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. એજન્સી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
26 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં16 ઓગસ્ટના રોજ ગુજરાત એટીએસ દ્વારા વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામની ડ્રગ ફેક્ટરી પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નેક્ટર કેમ કંપનીમાંથી 225 કિલો જેટલે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો રિકવર કરવામાં આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.1125 કરોડ આંકવામાં આવી રહી છે.
મોક્સી ડ્રગ કેસમાં આરોપીઓના રીમાન્ડ આ મામલે કાર્યવાહી દરમિયાન ગુજરાત એટીએસએ મહેશ ઉર્ફે મહેશ ધોરાજી ગોપાલભાઇ વૈષ્ણવ રહેવાસી સુરત વરાછા તથા તેના ભાગીદાર પીયૂષભાઇ અશોકભાઇ પટેલ રહેવાસી સેન્ટ્રલ પાર્ક, માંજલપુરની ધરપકડ કરી હતી. ગતરોજ બંનેને કોર્ટમાં રજૂ કરતા બંનેના 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.