ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara Corporation Gym : કરોડોનો ખર્ચ કરી 5 વર્ષ પહેલાં જીમ બનાવ્યું, હજી પણ લોકો માટે ખુલ્લું થયું નથી! - વીએમસી સ્વિમિંગ પુલ

વડોદરા પાલિકાનું સ્માર્ટ તંત્ર પ્રજાને સુવિધા આપવાના બદલે પ્રજાના રૂપિયાનો વ્યય કરી રહ્યું છે જેની પોલ ખુદ પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતાએ ખોલી છે. કારેલીબાગ સ્થિત પાલિકાના સ્વિમિંગ પુલમાં કરોડોના ખર્ચે બનાવેલ જીમ ( Vadodara Corporation Gym ) આજદિન સુધી લોકો માટે ખુલ્લું નથી મૂકવામાં આવ્યું. વડોદરા પાલિકાના સત્તાધીશોએ વર્ષ 2016માં કારેલીબાગ ( Vadodara Karelibaug Gym) વિસ્તારમાં 13 કરોડના ખર્ચે સ્વિમિંગ પૂલ ( VMC Swimming Pool ) અને જીમ બનાવ્યું હતું.

Vadodara Corporation Gym : કરોડોનો ખર્ચ કરી 5 વર્ષ પહેલાં જીમ બનાવ્યું, હજી પણ લોકો માટે ખુલ્લું થયું નથી!
Vadodara Corporation Gym : કરોડોનો ખર્ચ કરી 5 વર્ષ પહેલાં જીમ બનાવ્યું, હજી પણ લોકો માટે ખુલ્લું થયું નથી!

By

Published : Nov 12, 2021, 2:56 PM IST

  • વડોદરા કોર્પોરેશનની મનમાની રીતિનીતિ
  • 5 વર્ષ પહેલાં બનાવેલું જીમ લોકો માટે ખુલ્લું નથી મૂક્યું
  • જીમના સાધનો બગડી રહ્યાં છે તો સ્વિમિંગ પૂલ પણ બંધ હાલતમાં

વડોદરાઃ શહેરનાકારેલીબાગ (Vadodara Karelibaug Gym) સ્થિત પાલિકાના સ્વિમિંગ પુલમાં કરોડોના ખર્ચે બનાવેલ જીમ આજદિન સુધી લોકો માટે ખુલ્લું નથી મૂકવામાં આવ્યું. તેનું ઉદઘાટન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે કર્યું હતું, પણ 5 વર્ષ પહેલાં બનાવેલા જીમને ( Vadodara Corporation Gym ) આજદિન સુધી પાલિકાએ લોકો માટે ખુલ્લું નથી મૂક્યું. જેના કારણે જીમમાં મૂકેલા સાધનો ધૂળ ખાઈ રહ્યાં છે, એટલું જ નહીં, જીમના સાધનોનો વોરંટી પીરીયડ પણ પૂરો થઈ ગયો છે. સ્વિમિંગ પુલ ( VMC Swimming Pool ) પણ મેન્ટેનન્સનું કારણ આગળ ધરી 10 દિવસ માટે બંધ કરી દેવાયો છે.

કારેલીબાગમાં કરોડોના ખર્ચે બનેલાં જીમ અને સ્વિમિંગ પૂલ ધૂળ ખાઈ રહ્યાં છે
કોંગ્રેસ નેતા-કાર્યકરો પહોંચ્યાં સ્વિમિંગપૂલકોરોનામાં સ્વિમિંગ પૂલ બંધ હતુો છતાં મેન્ટેનન્સ કરવામાં ન આવ્યું અને હવે જ્યારે લોકો સ્વિમિંગ શીખવા આવે છે ત્યારે પૂલ બંધ કરી દેવાયો છે. કોંગ્રેસ નેતા અમીબેન રાવત અને કાર્યકરો સ્વિમિંગ પુલ પર પહોંચ્યાં, અને પાલિકાની પોલ ખોલીને પ્રજાના રૂપિયાના બગાડનો આરોપ લગાવ્યો છે. કારેલીબાગ સ્વિમિંગ પુલમાં ( VMC Swimming Pool ) આવતા પ્રથમ સભ્ય હાર્દિક ગાંધીએ પણ કહ્યું કે આજદિન સુધી જીમ શરૂ જ નથી કરાયું. મહત્વની વાત છે કે વડોદરા પાલિકાના સત્તાધીશો શહેરને સ્માર્ટ બનાવવા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે પણ લોકોને સુવિધાનો લાભ નથી આપી રહ્યાં. ત્યારે પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય કેમ કરવામાં આવે છે તે સવાલ ઉઠી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details