વડોદરાવડોદરામાં જન્માષ્ટમીની Janmashtami 2022 in Vadodara રાત્રે રખડતી ગાયની અડફેટે Stray cattle in Vadodara, આવતાં એક બાઈકચાલકનું કરૂણ મોત Biker killed after hitting cow, નિપજ્યું હતું. ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગોત્રી વિસ્તારમાં નંદાલય હવેલી પાસે આવેલ ઢોરવાડાની ગાયો કબજે કરવામાં આવી હતી.
ગાયની અડફેટે આવતાં યુવાનનું મોતના ઘેરા પ્રત્યાઘાત આ મામલે આ તમામ ઢોરવાડાને સીલ મારીને નોટીસ પણ લગાવવામાં આવી છે. પાલિકાની આ કાર્યવાહીના પગલે પશુપાલકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા આધેડના મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગત રોજ સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસેથી પસાર થઇ રહેલા 48 વર્ષીય બાઈક ચાલકનું ગાયની અડફેટે આવતાં મોત નિપજ્યુ હતું. જેને પગલે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મેયર કેયૂર રોકડિયાના આદેશ પર પાલિકાની ઢોર પાર્ટી દ્વારા મોટી કાર્યવાહી Vadodara Corporation action against Stray cattle, હાથ ધરાઈ હતી. જે અંતર્ગત ગોત્રી વિસ્તારની નંદાલય હવેલી પાસે આવેલા ઢોરવાડામાં રહેલી ગાયોને કબજે કરવામાં આવી હતી.
ગોત્રીમાં ઢોરવાડા સીલ સીલ મારવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી આજે વડોદરામાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસ ટીમને સાથે રાખીને નંદાલય હવેલી પાસે આવેલા ગોત્રીમાં ઢોરવાડા સીલ Cowshed seal in Gotri, મારી દેવામાં આવ્યા છે અહિંયા રહેતાં તમામ પશુપાલકોના ઢોરવાડામાંથી ગાયોને પકડીને જપ્ત કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની કાળજી લેવાઈ હતી. જેથી પોલીસની ઉપસ્થિતિમાં આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.