- બે વર્ષ દરમિયાન માર્ચથી મે મહિનામાં 11,531 લોકોના મોત નોંધાયા
- 1 માર્ચ, 2020થી 31 મે, 2020 દરમિયાન કુલ 3,809 મોત
- 1 માર્ચ, 2021 થી 30 મે, 2021 દરમિયાન કુલ 7,722 મોત
વડોદરા : વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત રહ્યો નથી, ગત બે વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણના ભરડામાં સપડાયું છે. વડોદરા શહેરમાં કોરોના દર્દીના મોતનો આંકડો પણ વધી રહ્યો હતો. સ્મશાનમાં વેઇટિંગ લીસ્ટ પણ 48 કલાક અને 72 કલાકનું ચાલતું હતું. વડોદરા કોર્પોરેશન સંચાલિત 34 સ્મશાન વડોદરા શહેરમાં આવેલા છે.
11,531 લોકોના મોત નોંધાયા
વડોદરા કોર્પોરેશન સંચાલિત સ્મશાનમાં 1 માર્ચ, 2020થી 31 મે, 2020 સુધીમાં 3 મહિનામાં 3,809 લોકોના મોત થયા છે, જ્યારે 2021માં 1 મે, 2021થી 30 મે, 2021 સુધીમાં 7,722 લોકોના મોત નોંધાયા છે, ત્યારે ટોટલ જો વાત કરવામાં આવે તો 11,531 લોકોના મોત નોંધાયા છે. બે વર્ષની અંદર માર્ચ મહિનામાંથી મે મહિનાની અંદર મોતનો આંકડો ખૂબ વધી રહ્યો છે.
આ પણ વાંચો -30 may Corona Update