જેને લઈને વિજીલન્સને આ મામલે તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે દુષિત પાણીને મામલે વિજીલન્સનો રિપોર્ટ આવ્યા બાદ આ રિપોર્ટમાં પ્લાન્ટમાં ખામી હોવાનું સામે આવ્યું હતું. વિજીલન્સના રિપોર્ટ બાદ નિમેટા પ્લાન્ટના બે કોન્ટ્રાકટર પુજા કન્ટ્રકશન અને રાજકમલ બિલ્ડરન બન્ને એજન્સીઓને બ્લેક લીસ્ટ તેમજ કોર્પોરેશનના બે એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વડોદરા દૂષિત પાણી મામલે 2 એન્જિનીયરને કરાયા સસ્પેન્ડ, 2 કોન્ટ્રાકટર બ્લેક લીસ્ટ
વડોદરાઃ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી દુષીત પાણીનો પ્રશ્ર વિકટ બન્યો છે. શહેરમાં આપવામાં આવતા દુષિત પાણીને લઈને રાજકારણ પણ ગરમાયું હતું. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડતાં નિમેટા પ્લાન્ટમાં ગંદકીનો મામલો સામે આવ્યો હતો.
વડોદરા કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઈજનેર મનસુખ બગડાને ફરજ મૌકુફ કરવામાં આવ્યા છે. નાયબ કાર્યપાલક ઈજનેર કૌશિક પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાના પૂર્વ વિસ્તારને પીવાનું પાણી પૂરું પડતા નિમેટા ખાતેના પ્લાન્ટમાં સફાઈના અભાવે લોકો ગંદુ પાણી પીતા હતા. અનેક વિસ્તારોમાંથી ફરિયાદો પણ ઉઠી હતી.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરને પહોચાડતા પાણીના પ્લાન્ટોની શુદ્ધિકરણ સંપો અને ટાંકીઓ સાફ કરી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ શુધ્ધીકરણ પાછળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર થયો હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે વિરોધ પક્ષે વિરોધ પણ દર્શાવ્યો હતો. નિમેટા ખાતેના પ્લાન્ટને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરીમાં સાફ કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે આ પ્લાન્ટને સાફ જ કરવામાં આવ્યો ન હતો. તેનું પાણી વડોદરાની જનતાને પીવડાવવામાં આવતું હતું. સફાઈના ભાગરૂપે શહેરની વિવિધ વિસ્તારોની પાણીની ટાંકીઓની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.