ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા શહેર કોંગ્રેસે પ્રાર્થનાસભા યોજી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ કરી - news of vadodara city

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કદાવર નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઇ હતી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારો,અગ્રણી કાર્યકરોએ ભાગ લીધો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ અહેમદભાઈ પટેલની છબી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વડોદરા શહેર કોંગ્રેસે પ્રાર્થનાસભા યોજી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ કરી
વડોદરા શહેર કોંગ્રેસે પ્રાર્થનાસભા યોજી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ કરી

By

Published : Nov 26, 2020, 12:31 PM IST

Updated : Nov 26, 2020, 1:18 PM IST

  • વરિષ્ઠ નેતા અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઇ
  • વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા યોજાઇ પ્રાર્થનાસભા
  • પ્રમુખ સહિતના હોદ્દેદારો, અગ્રણી કાર્યકરો જોડાયા
    વડોદરા શહેર કોંગ્રેસે પ્રાર્થનાસભા યોજી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ કરી

વડોદરા: ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ચાણક્ય ગણાતા તેમજ નાનામાં નાના કાર્યકર્તાઓને પણ આત્મીયતા સાથે જોડતા અહેમદ પટેલનું દુઃખદ અવસાન થયું છે. ગુરૂવારે સવારે 10 વાગ્યે તેમના વતન પિરામણ ખાતે તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ભારતીય રાજકારણમાં કોંગ્રેસ પક્ષને ઉંચાઇઓ પર લઇ જનાર લોકલાડીલા નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં કોંગ્રેસે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

વડોદરા શહેર કોંગ્રેસે પ્રાર્થના સભા યોજી

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભા યોજી સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ રામધૂન બોલાવી તેમના પરિવારને ઇશ્વર દુઃખ સહન કરવા શક્તિ આપે તેવી સૌએ પ્રાર્થના કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિત અગ્રણીઓ અને હોદ્દેદારોએ હાજર રહી સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની છબી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વડોદરા શહેર કોંગ્રેસે પ્રાર્થના સભા યોજી

રામધૂન બોલાવીને ઈશ્વરને પ્રાર્થના કરી

કોરોના વાઇરસની મહામારીને કારણે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થાય તેવી પરિસ્થિતિ તેમજ સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હતું. જેને લઇને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના નિર્દેશાનુસાર સમગ્ર ગુજરાતમાં શહેર-જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેર કોંગ્રેસે પ્રાર્થના સભા યોજી

વડોદરા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો, કોર્પોરેટરો, શહેર, હોદ્દેદારો મહિલા સંગઠન એનએસયુઆઇ યુથ કોંગ્રેસ એસસીએસટી સેલના માઈનોરીટી સેલના તમામ આગેવાનો આ પ્રાર્થના સભામાં જોડાયા હતા. સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની આત્માને શાંતિ મળે અને આ દુઃખ જે એમના પરિવાર પર આવી પડ્યું છે તે દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી.

વડોદરા શહેર કોંગ્રેસે પ્રાર્થના સભા યોજી
Last Updated : Nov 26, 2020, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details