વડોદરાગણેશ ઉત્સવ નજીક (ganesh chaturthi 2022) આવી રહ્યો છે, ત્યારે વડોદરાશહેરમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ હાથ ધરાયો છે. વડોદરાનાં પાણીગેટ વિસ્તારમાં મોડી રાતે કોમી છમકલું સર્જાયું હતુ, પરંતુ પોલીસે તરત જ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થઇ રહ્યો છે, ત્યારે આવા બનાવોને કારણે તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. તોફાની તત્ત્વોને પકડવા પોલીસ (Ganesh Festival 2022 in Gujarat) દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોપાટણમાં તાજીયાનું જુલુસ નીકળ્યું, સર્જાયું કોમી એકતાનો માહોલ
સામાન્ય પથ્થર મારો પાણીગેટ અને માંડવી વિસ્તારોમાં મોડી રાત્રે ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે સામાન્ય પથ્થરમારો (Stone pelting arrival Ganesha in Vadodara) થયો હતો. આ ઉપરાંત લારીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોમાં તંગદીલી ફેલાઈ હતી. જેને પગલે લોકોના ટોળાં પણ બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ થતાં ટોચના પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચીને તરત જ સધન કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રામનવમીના તહેવાર પર પણ રાજ્યના કેટલા વિસ્તારમાં કોમી રમખાણો જોવા મળ્યા હતા, ત્યારે પણ પોલીસ દ્વારા કડક કાર્યાવાહી અને શાંતિ જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કર્યા હતા.