ગુજરાત

gujarat

By

Published : Apr 6, 2020, 3:29 PM IST

Updated : Apr 6, 2020, 6:55 PM IST

ETV Bharat / city

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ પરિવાર સાથે દીપ પ્રગટાવી વડાપ્રધાનના અભિયાનમાં જોડાયા

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ પરિવાર જનો સાથે કોરોના સામેની લડતમાં સમગ્ર રાષ્ટ્રની શક્તિને જોડવા માટે આશા દીપ પ્રગટાવવાના અભિયાનમાં જોડાયાં હતાં.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે પરિવાર સાથે દીપ પ્રગટાવી વડા પ્રધાનના અભિયાનમાં જોડાયા
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે પરિવાર સાથે દીપ પ્રગટાવી વડા પ્રધાનના અભિયાનમાં જોડાયા

વડોદરાઃ વડાપ્રધાન મોદીએ પોતાના ઘરમાં જ રહીને 5મી તારીખે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી ઘરના તમામ વીજ ઉપકરણો બંધ કરીને, દીપક કે મીણબત્તીઓ પ્રગટાવવા અને એ રીતે દેશની મહાશક્તિના પ્રકાશ પુંજને પ્રજ્વલિત કરવા લોક શક્તિને આહ્વાન કર્યું હતું.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ પરિવાર સાથે દીપ પ્રગટાવી વડાપ્રધાનના અભિયાનમાં જોડાયા

રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનએ સમગ્ર ગુજરાતને આ કાર્યક્રમમાં જોડાઈને કોરોના સામે જીતનો આશા દીપ દરેક વ્યક્તિ અને પરિવાર પોતાના ઘર આંગણે કે અગાશીમાં દીવા પ્રગટાવે અને ઘરમાં જ રહી સોશિયલ ડિસ્ટન્સ પાળવાની તકેદારી રાખે એવો અનુરોધ કર્યો હતો.

જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર સહ પરિવાર આ કાર્યક્રમમાં જોડાયા હતા. દીવોએ આશાની સાથે જાગૃતિનું પ્રતિક છે. એવી જાણકારી આપતાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, કોરોનાંથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો, મોઢા પર માસ્ક બાંધવો જેવી તકેદારીઓ અને સાવચેતીનું ચુસ્ત પાલન કરવાનો છે. એટલે પ્રગટાવેલા દીવાની સાક્ષીએ સહુ કોરોના નિવારક તકેદારીઓનું પાલન કરવા તત્પર અને પ્રતિબદ્ધ બને છે.

Last Updated : Apr 6, 2020, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details