વડોદરા પોલીસ દ્વારા અનોખી પહેલ
વાહન ચેકિંગ દરમિયાન જે વાહન ચાલક ડબલ માસ્ક પહેરે છે તેને ગુલાબનું ફૂલ આપીને સન્માન
પોલીસની આ અનોખી પહેલને નાગરિકોએ આવકારી
વડોદરા પોલીસ દ્વારા અનોખી પહેલ
વાહન ચેકિંગ દરમિયાન જે વાહન ચાલક ડબલ માસ્ક પહેરે છે તેને ગુલાબનું ફૂલ આપીને સન્માન
પોલીસની આ અનોખી પહેલને નાગરિકોએ આવકારી
વડોદરા:દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે વડોદરા પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જે વાહન ચાલક ડબલ માસ્ક પહેરે છે તેને ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જેથી તેઓ કોવિડની ગાઇડલાઇનનું પાલન કરે અને આ અનોખી પહેલથી લોકોમાં પણ જાગૃતિ આવશે.
હજુ પણ નાગરિકોમાં જાગૃતિનો અભાવ
દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. હજુ પણ નાગરિકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જે નાગરિક કે વાહનચાલક માસ્કના પહેરે તેને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષની અંદર કરોડો રૂપિયાનો દંડ કોર્પોરેશન અને પોલીસ દ્વારા નાગરિકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના DGP તેમજ વડોદરા પોલીસ કમિશનર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે.
ફરજિયાત માસ્ક પહેરવા સમાજને પણ એક મેસેજ આપ્યો
વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કાલાઘોડા ખાતે PI વી.બી. આલ તથા સ્ટાફને સાથે રાખીને વાહન ચેકિંગ દરમિયાન જે વાહન ચાલક ડબલ માસ્ક પહેરીને નીકળ્યા હતા. તેઓને ગુલાબનું ફૂલ આપીને સન્માન આપ્યું હતું અને સમાજને પણ એક મેસેજ આપ્યો હતો કે ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઇએ. પોલીસની આ અનોખી પહેલને નાગરિકોએ આવકારી હતી.