- કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોને શહેર કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી
- વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ સાંસદ, VMCના પૂર્વ વિપક્ષના નેતા, કાઉન્સલર્સ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
- મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે 2 મિનિટનું મૌન પાળીને પુષ્પાંજલિ અર્પિત કરી
- Vadodara City Congress - કોરોનાની બીજી લહેર ઘાતક બની તે માટે સરકાર જવાબદાર
વડોદરા : છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીને કારણે દર્દીઓના મોત થયા છે.ખાસ કરીને વડોદરા શહેરમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઇ છે.કોરોનાની આ બીજી લહેર માં ઘણા દર્દીઓના મોત નિપજયા હતા. ત્યારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા કોરોના ને કારણે મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે.સોમવારે વડોદરા શહેર કોંગ્રેસ ( Vadodara City Congress ) દ્વારા શહેરના મહાત્મા ગાંધીના ગૃહ ખાતે વડોદરા શહેરમાં કોરોના થી મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ સાથે જ મૃતકોના પરિવાર પર દુઃખ આવી પડ્યું છે, તેને સહન કરવાની શક્તિ પ્રભુ આપે તેવી યાચના કરવામાં આવી હતી.
સરકાર જનતાને ઓક્સિજન, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા નિષ્ફળ નીવડી - Vadodara City Congress
વડોદરા શહેર કોંગ્રેસ ( Vadodara City Congress )ના પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ ન કહેવાય, આ માનવ વધ કહેવાય. કારણ કે લોકોને કોરોનાની મહામારીમાં ઓક્સિજન ન મળે વેન્ટિલેટર ન મળે, બેડ ન મળે, રેમડેસીવીર ઈન્જેકશન ન મળે એટલે પરિવારના સભ્યો જ્યારે પરિવારનો જ મોભી કે સભ્ય દાખલ થયો હોય, તો તમામ જરૂરિયાત માટે વલખા મારવા પડે છે. એવા સમયે ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સદ્દતંર નિષ્ફળ રહ્યું હતું.