- કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ
- શહેર કોંગ્રેસનું હેલ્લો ઝુંબેશ
- સ્થાનિક ચૂંટણીનો ધમ ધમાટ શરૂ
વડોદરાઃ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે બુધવારના રોજ વડોદરા શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના પ્રભારી ઇન્દ્રવિજય ગોહિલ, વિજ્ઞાત્રીતારી બેન પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે હેલ્લો કેમ્પેઇનની વાત કરી હતી.
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ હેલ્લો કેમ્પેઇન શરૂ કર્યું લોકો પોતાની સમસ્યા જણાવી શકે
કોંગ્રેસને ચાલુ કરેલા કેમ્પેઇનમાં લોકોને પડતી હાલાકી રજૂ કરવા માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે, જેનો નંબર 9099902355 છે તેના પર લોકો પોતાની સમસ્યા જણાવી શકે છે.
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ હેલ્લો કેમ્પેઇન શરૂ કર્યું નકામી સરકારનો અવાજ બનશે કોંગ્રેસ
વડોદરાના પ્રભારી ઇન્દ્રવિજય ગોહિલે જણાવ્યું કે, જેમને કોરોનાકાળમાં બેડને બદલે ધક્કા મળ્યા અને વેન્ટિલેટરને બદલે ધમણ મળ્યા, જેવો સરકારી હોસ્પિટલમાં સારવારને બદલે ખાનગી હોસ્પિટલમાં લૂંટાયા મળ્યા, અણઘડ વહીવટના કારણે જેમને પોતાના પરિજનો ગુમાવ્યા એનો અવાજ બનશે હેલ્લો, સરકારી સ્કૂલોના અભાવે ખાનગી સ્કૂલમાં પોતાના બાળકોને ભણાવવા મજબૂરીઓ શાળાઓ બંધ હોવા છતા ફી ઉઘરાણા માનસિક ત્રાસથી પીડિત વાલીઓનો અવાજ બનશે હેલ્લો કેમ્પેઇન, સરકારના ઊંચા ટેક્સ ભર્યા પછી પણ પ્રાથમિક સુવિધાનો નાગરિકોને અભાવ, દર વર્ષે ઉનાળામાં નાગરિકોને પીવાના પાણીના વલખાં મારવા મળે છે, બેરોજગાર અને શિક્ષિત યુવાનો અવાજ બનશે હેલ્લો અને નાગરિકોને મોંઘવારીનો માર પડે છે, સરકાર શાસકો સામે કોંગ્રેસએ હેલ્લો થકી પ્રજાનો અવાજ બુલંદ કરશે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ મજબૂત પક્ષ બનીને આવશે.