ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara Childrens Corona Vaccination: 4 દિવસમાં બાળકોનું કોરોના વેક્સિનેશન થશે પૂર્ણ, કલેક્ટરે વ્યક્ત કર્યો વિશ્વાસ - વડોદરામાં બાળકોના વેક્સિનેશન માટેની તૈયારી

વડોદરામાં પણ ઓમિક્રોનના કેસ રોકેટની ગતિથી (Omicron Cases in Gujarat) વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ (Health Department meeting with the collectors ) રાજ્યના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. તેવામાં વડોદરાના કલેક્ટરે આ બેઠકમાં બાળકોનું કોરોના વેક્સિનેશન (Vadodara Childrens Corona Vaccination) 4 દિવસમાં પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Vadodara Childrens Corona Vaccination: 4 દિવસમાં બાળકોનું કોરોના વેક્સિનેશન થશે પૂર્ણ, કલેક્ટરે વ્યક્ત કર્યો વિશ્વાસ
Vadodara Childrens Corona Vaccination: 4 દિવસમાં બાળકોનું કોરોના વેક્સિનેશન થશે પૂર્ણ, કલેક્ટરે વ્યક્ત કર્યો વિશ્વાસ

By

Published : Dec 30, 2021, 9:54 AM IST

વડોદરાઃ રાજ્યમાં એક તરફ કોરોનાની ચિંતા હતી તેવામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને પણ હવે હાહાકાર (Omicron Cases in Gujarat) મચાવ્યો છે. રાજ્યમાં દરરોજ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ રાજ્યના કલેક્ટરો સાથે (Health Department meeting with the collectors ) વીડિયો કોન્ફરન્સથી એક બેઠક યોજી હતી, જેમાં પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ: કલેકટર

આ પણ વાંચો-Export of Covaxin to Countries: ભારત બાયોટેક કંપની 60થી વધુ દેશોને પહોંચાડશે કોવેક્સિન, તૈયારી શરૂ

પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ: કલેકટર

આ બેઠકમાં વડોદરાના કલેક્ટર આર. બી. બારડ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડોદરામાં 3 જાન્યુઆરીથી બાળકોનું કોરોના રસીકરણ (Vadodara Childrens Corona Vaccination)શરૂ થશે. 15થી 18 વર્ષના બાળકોને રસી આપવા તંત્રની પૂર્ણ (Preparation for vaccination of children in Vadodara) તૈયારી છે. અહીં માત્ર 4 દિવસમાં બાળકોનું કોરોના રસીકરણ (Vadodara Childrens Corona Vaccination) પૂર્ણ કરવામાં આવશે.

વડોદરામાં 1.05 લાખ બાળકોને વેક્સિન અપાશે

આ વીડિયો કોન્ફરન્સથી આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ વડોદરા કલેક્ટર આર. બી. બારડે વડોદરાનું (Health Department meeting with the collectors) વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનું નિવેદન આપ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, વડોદરામાં પણ 3 જાન્યુઆરીથી બાળકોને કોરોનાની રસી (Vadodara Childrens Corona Vaccination) આપવામાં આવશે. 15થી 18 વર્ષના બાળકોને રસી આપવા તંત્રની તૈયારી છે. રાજ્યના કુલ 35 લાખ બાળકોમાંથી વડોદરા શહેર-જિલ્લામાં 1.05 લાખ બાળકોને વેક્સિન (Vadodara Childrens Corona Vaccination) આપવામાં આવશે.

આ પણ વાંચો-બાળકોની વેક્સિન માટે પ્રી પ્લાન કેબિનેટમાં રજૂ કર્યો, 20 લાખ ડોઝ કેન્દ્ર સરકાર મોકલશે: જીતુ વાઘાણી

બાળકોના વેક્સિનેશન માટે વિશેષ સેન્ટર શરૂ કરાશે

વડોદરામાં બાળકોના વેક્સિનેશન માટે વિશેષ સેન્ટરો ઊભા કરવામાં (Vadodara Childrens Corona Vaccination) આવશે. જ્યારે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સુરક્ષાનું કડકપણે પાલન કરાશે. જ્યાં જરૂર પડશે તો પોલીસની પણ મદદ લેવાશે. વડોદરાનું વહીવટી તંત્ર બાળકોનું વેકિસીનેશન 4 દિવસમાં પૂર્ણ કરવા સજ્જ બન્યું છે.

શાળામાં પણ વેક્સિનેશન કરાશે

શાળાએ જતા વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે શાળામાં જઈને વેક્સિન આપવાની પણ તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. તો ઓનલાઈન અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને વેક્સિન આપવા વાલીઓ સાથે ચર્ચા કરી ઘરે અને સેન્ટરોમાં પણ અપાશે.

ABOUT THE AUTHOR

...view details