- ગુજરાતમાં પ્રથમ ઉધોગકારો માટેની મોબાઇલ એપનું લોકાર્પણ કરાયું
- હોદ્દેદારો અને 27 જેટલા ઉદ્યોગ સમૂહોનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા
- ગુજરાતનો GDP 15 ટકા સુધી પહોંચશે
વડોદરાઃ શહેરમાં ગુજરાતમાં પ્રથમ ઉધોગકારો માટેની મોબાઇલ એપનું લોકાર્પણ વડોદરાની VCCI સંસ્થાએ કર્યું હતું. VCCIના પ્રમુખ એમ. ડી. પટેલ સહિતનાં હોદ્દેદારો અને 27 જેટલા ઉદ્યોગ સમૂહોનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. VCCI વર્ષોથી ઉદ્યોગકાર અને સરકાર વચ્ચે સેતુરૂપી ભૂમિકા ભજવતી આવી છે અને લઘુ ઉદ્યોગોની ઝડપથી પ્રગતિ થઈ શકે તે માટે કાર્યરત છે. VCCI મોબાઈલ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.
વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝ દ્વારા VCCI મોબાઈલ એપનું લોકાર્પણ કરાયું આ પણ વાંચોઃવડોદરા ધારાસભા હોલમાં VCCI દ્વારા ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું
આ એપ ઉદ્યોગોને ઈ-પ્લેટફોર્મ પૂરૂ પાડશે
આ એપ મધ્ય ગુજરાતનાં ઉદ્યોગોને પોતાના ઉત્પાદન વેચવા માટે તેમજ જરૂરી કાચો માલ ખરીદવા માટે ઈ-પ્લેટફોર્મ પૂરૂ પાડશે. એપમાં દરેક સભ્યને પોતાનું પ્લેટફોર્મ પેજ આપવામાં આવશે. જયાં ઉદ્યોગકાર પોતાના ઉત્પાદનોની તથા કંપનીની સંપૂર્ણ માહિતી આપી શકશે. ઉદ્યોગકારો ફક્ત એક રૂપિયા જેટલા ઓછા ખર્ચમાં પોતાના ઉત્પાદનોની જાહેરાત પણ આ પ્લેટફોર્મ પર કરી શકશે. ગુજરાત ચેમ્બરના પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના કાળ બાદ ઉદ્યોગો પુનઃ પૂર્વવત થયા છે. ગુજરાતનો GDP 15 ટકા સુધી પહોંચશે. નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે જેને કારણે નવી રોજગારી ઉભી થશે. આ એપથી મધ્ય ગુજરાતનાં ઉદ્યોગોની પ્રગતિ ઝડપી થશે.