ગુજરાત

gujarat

ETV Bharat / city

Vadodara Central Jail : જેલના સળિયા પાછળ કેદી સજા કાપવાની સાથે કેવા કામ કરે છે? - Jail Inmates Rehabilitation Work

જેલના સળિયા પાછળ રહેતાં કેદીઓ કમાણી કરે છે. કેદીની જિંદગીના આ ખૂણા પર પ્રકાશ ફેંકવાનો પ્રયત્ન ઈટીવી ભારતે કર્યો છે. 1885માં સ્થપાયેલી વડોદરા સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail ) લગભગ 1700 જેટલા કાચા અને પાકા કામના કેદીઓ (Number of inmates in Vadodara Central Jail) સજા કાપે છે. આ કેદીઓ માટે પુનર્વસન હેતુ (Jail Inmates Rehabilitation Work) શું કરવામાં આવી રહ્યું છે તે વિસ્તારથી જાણીએ.

Vadodara Central Jail : જેલના સળિયા પાછળ કેદી સજા કાપવાની સાથે કેવા કામ કરે છે?
Vadodara Central Jail : જેલના સળિયા પાછળ કેદી સજા કાપવાની સાથે કેવા કામ કરે છે?

By

Published : Jul 20, 2022, 4:59 PM IST

વડોદરા- વડોદરાના અકોટા વિધાનસભા વિસ્તારમાં આવતાં જેલ રોડ પર આવેલી સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail )પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદીઓ સજા કાપીને પોતાની નવી જિંદગીની શરૂઆત કરે તેની કાળજી લેવામાં આવી રહી છે. જેલની બહાર નીકળે ત્યારે પોતાના પગ પર ઉભા રહી શકે તે માટેની મૂડી મેળવવા અને જેલમાં રહીને પણ કમાણી કરી પરિવારને મદદ કરી શકે તે માટે વિવિધ ગૃહઉદ્યોગોની તાલીમ (Vocational training to jail inmates) મેળવી કામ કરીને કમાણી કરી રહ્યાં છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં વિવિધ નવ જેટલા નાનામોટા ઉદ્યોગો ચાલે છે

એક વર્ષમાં 67 લાખની કમાણી- ગત પાંચ વર્ષમાં કેદીઓ દ્વારા વિવિધ ઉદ્યોગો હેઠળ રૂપિયા 18 કરોડનું ટર્નઓવર થયું હતું. તો ગત એક વર્ષમાં કેદીઓએ રૂપિયા 67 લાખની કમાણી કરી છે. જેલમાં ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ વધે તે માટે આવનારા દિવસોમાં માર્કેટીંગ કરવાનું આયોજન છે. સાથે અન્ય કેદીઓ સજા સાથે શિક્ષણ પણ મેળવે છે અને ઉચ્ચ શિક્ષણ માટે ઈચ્છા ધરાવતા કેદીઓને યુનિવર્સિટીમાં અભ્યાસ પણ કરાવવામાં આવે છે.

કયા કયા કામ અને કેટલી કમાણી કરી રહ્યાં છે કેદીઓ-વડોદરા સેન્ટ્રલ જેલ અધિક્ષક બલદેવસિંહ વાઘેલાએ (Vadodara Central Jail Superintendent Baldev Singh Vaghela) ઈટીવી ભારતને જણાવ્યું હતું કે જેલમાં પેટ્રોલ પંપ, દરજીકામ, પ્રિન્ટીંગ પ્રેસ, વણાટકામ, સુથારીકામ, ધોબીકામ અને બેકરી જેવા વિવિધ નવ જેટલા નાનામોટા ઉદ્યોગો (Vocational training to jail inmates)ચાલે છે. આ ઉદ્યોગોમાં કામ કરી રહેલા કુલ 250 કેદીઓમાં સૌથી વધુ 70થી વધુ કેદી પ્રિન્ટીંગ પ્રેસમાં કામ કરી રહ્યા છે. જ્યારે સૌથી ઓછા કેદીઓ પેટ્રોલ પંપ ઉપર કામ કરે છે. સૌથી વધુ કામ પ્રિન્ટીંગ પ્રેસમાં થાય છે. એક અંદાજ મુજબ રૂપિયા 1 કરોડનું કામ થાય છે. જ્યારે સૌથી ઓછું ધોબીકામમાં રૂપિયા 1.75 લાખ જેટલું કામ થાય છે. છેલ્લાં એક વર્ષમાંકેદીઓ દ્વારા રૂપિયા 2 કરોડ ઉપરાંતનું કામ થયું છે. જેમાંથી રૂપિયા 57.9 લાખનો નફો થયો છે. જ્યારે કેદીઓને રૂપિયા 67 લાખની કમાણી થઇ છે.

ન ધારેલી સસ્તી કિંમતે અહીં વેચાય છે કેદીઓએ બનાવેલ વસ્તુઓ

કેદીઓના બનાવેલા ફર્નિચરનું સસ્તી કિંમતે વેચાણ- વડોદરા સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail )સુથારીકામ થાય છે. તેમાં વિવિધ પ્રકારના સોફા પણ બનાવવામાં આવે છે. આ ફર્નિચર બનાવવા માટે સાગના લાકડાનો ઉપયોગ થાય છે. કેદીઓએ બનાવેલા સોફા 12,000થી 20,000 રુપિયા સુધીની કિંમતના મળે છે. ઉપરાંત સાદા ડાઇનિંગ ટેબલ રૂપિયા 21,240, ડીઝાઇનવાળા ડાઇનિંગ ટેબલ રૂપિયા 30,680માં મળે છે. આપને જણાવીએ કે ખુલ્લી બજારમાં આ જ સોફા ખરીદવા હોય તે રૂપિયા 40,000 થી 50,000 જેટલી કિંમત ચૂકવવી પડે છે. અહીં બનતું મોટાભાગનું ફર્નિચર સરકારી કચેરીઓમાં સપ્લાય થાય છે.

પ્રિન્ટીંગ પ્રેસમાં છપાય છે સરકારી પાવતીઓ-તમારા હાથમાં આવતો મેમો કે સરકારી કાગળિયાં અહીં છપાતાં જોવા મળે છે. સેન્ટ્રલ જેલની ફેક્ટરીના ઇન્ચાર્જ મેનેજર જનક ત્રિવેદીએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ જેલ સ્થિત પ્રિન્ટીંગ પ્રેસમાં (Vadodara Central Jail Printing Press ) મેમો બૂક, મુદ્દામાલ પાવતી, એસ.ટી. વોરન્ટ બૂક, વાહન લોગ બૂક, જાપ્તા બૂક, ફાઇલો, રજિસ્ટર વગેરે બનાવવામાં આવે છે. ફાઇલ રૂપિયા 4 થી લઇને રૂપિયા 55 સુધીની કિંમતની બનાવવામાં આવે છે. જ્યારે રજિસ્ટર રૂપિયા 60 થી 280 સુધીની કિંમતના બનાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ Prisoner Welfare Center: આરોપીમાંના એકે જેલમાં તેના સમયનો સારો ઉપયોગ કર્યો, ઘણી ડિગ્રીઓ અને પ્રમાણપત્રો મેળવ્યા

સિલાઈનો આ ભાવ ક્યાંય નહીં સાંભળ્યો હોય- સેન્ટ્રલ જેલના (Vadodara Central Jail )દરજીકામ વિભાગમાં સફારી, પેન્ટ, શર્ટ વગેરે સીવવામાં આવે છે. સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી સફારી, શર્ટ, પેન્ટની સિલાઇ બજાર કિંમત કરતા ઘણી સસ્તી છે. સેન્ટ્રલ જેલમાં શર્ટની સિલાઇ માત્ર રૂપિયા 100 અને પેન્ટની સિલાઇ માત્ર રૂપિયા 180 છે.

આ પણ વાંચોઃ ખુશીના તહેવાર પર જેલમાં જોવા મળ્યા દુઃખના આંસુ

જૂના કેદી આપે છે નવા કેદીને ટ્રેનિંગ- કેમિકલ વિભાગમાં ડિટરજન્ટ, સાબુ, હેન્ડ લિકવીડ, ક્લિનર, સ્ટેમ્પ પેઇડ ઇન્ક, ગમ, શિકાકાઇ સાબુ, ક્લિનીંગ પાવડર બનાવવામાં આવે છે. ડિટરન્ટ પાઉડર પ્રતિ કિલો રૂપિયા 60 ના ભાવે વેચાણ કરવામાં આવે છે. જ્યારે ક્લિનીંગ પાવડરનો ભાવ રૂપિયા 22 છે. વણાટ વિભાગમાં ચાદર, કાર્પેટ, રંગીન ટુવાલ, હાથ રૂમાલ વગેરે તૈયાર કરવામાં આવે છે. કાર્પેટની કિંમત રૂપિયા 89 થી રૂપિયા 300 જેટલી છે. સેન્ટ્રલ જેલમાં જૂના કેદી કારીગરો દ્વારા નવા કેદીઓને વિવિધ ઉદ્યોગો માટે તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ તાલીમ આપવામાં આવે છે. જેથી જે કેદીઓ સજા કાપીને જાય છે તેઓના સ્થાને નવા કેદીઓ કામ કરી શકે.

મહેનતાણું અને ઉપાડની વ્યવસ્થા- જેલમાં (Vadodara Central Jail )પાકા કામના 997 કેદીઓ છે. જેલ સ્થિત રસોડામાં 50 કેદીઓ કામ કરે છે. વોર્ડન તરીકે 68 કેદીઓ અને વોચમેન તરીકે 31 કેદીઓ કામ કરી રહ્યા છે. આ તમામ કેદીઓને મહેણતાણું આપવામાં આવે છે. કેદીઓને આપવામાં આવતું મહેનતાણું પ્રતિ માસ તેમના હાથમાં નથી આવતું પણ પોસ્ટ ઓફિસના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. આ જમા થયૈલી રકમ પૈકી કેદી દર માસે રૂપિયા 50 ટકા રકમ ઉપાડી શકે છે. બાકીની 50 ટકા રકમ કેદીના ઘરમાં કોઇ પ્રસંગ હોય તો ઉપાડી શકે છે અને પરિવારને મદદરૂપ થઇ શકે છે. જ્યારે કેદીની સજા પૂરી થાય ત્યારે તે પોતાના પોસ્ટ ખાતાની તમામ જમા રકમ ઇચ્છા હોય તો ઉપાડી શકે છે અને તે બચત થયેલી રકમમાંથી નવી જિંદગીની શરૂઆત કરી શકે છે.

જેલના કેદીઓની કમાણીનો ચિતાર

સજા બાદ પરિવાર સાથે જીવી શકે તેનું આગોતરું પગલું-વડોદરા સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail )કાચા અને પાકા કામના મળીને કુલ 1700 કેદીઓ (Number of inmates in Vadodara Central Jail) છે. આ કેદીઓમાં 85 મહિલા કેદીઓ છે. પાકા કામના 997 કેદી છે. પાકા કામના કેદીઓને જેલની લાંબી સજા પૂરી થયા પછી પોતાની નવી જિંદગીની શરૂઆત કરવાનો મોટો પડકાર હોય છે. તેથી સજા કાપીને પરિવાર પાસે પરત બાદ કેદી પોતાના જીવનયાપન અને પરિવારને મદદરૂપ થાય તે હેતુથી જેલમાં જ તેમને માટે વિવિધ ઉદ્યોગો ચલાવવામાં આવે છે. કેદીને જે ઉદ્યોગમાં રસ હોય તે ઉદ્યોગમાં તે કામ કરે છે. તે કામ દ્વારા જે કમાણી થાય તે કમાણી કેદી જેલની સજા પૂરી થયા બાદ પરત આપવામાં આવે છે. જેથી તે જેલની સજા પૂરી થયા બાદ પરિવાર સાથે રહીને પોતાની જિંદગી જીવી શકે છે.

કેદીના પરિવારજનને લાભ -સમાજ સુરક્ષા યોજના (Social Security Scheme )અંતર્ગત યોજનાનો લાભ પરિવારના સભ્યોને અપાય છે, જેથી પરિવારનું ગુજરાન ચાલી શકે. આ કેદીઓને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં પ્લમ્બિંગ ,કડિયા કામ, ફાસ્ટફૂડ, ઇલેક્ટ્રિશિયન જેવી તાલીમ આપવામાં આવે છે. આવી તાલીમ મેળવી હોવાનું સરકાર દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. જેના દ્વારા જેલમાંથી કેદીના છૂટ્યા બાદ સ્વરોજગાર માટે વ્યવસાય કરી પરિવારને મદદરૂપ થાય છે. હાલ સુધીમાં 600થી પણ વધુ કેદીઓને આવી તાલીમ અપાઈ ચૂકી છે. 2011થી 2022 સુધીમાં 800થી વધુ પાકા કામના કેદીઓને કેદી સહાય યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.

ઉચ્ચ શિક્ષણ પણ ઉપલબ્ધ કરાવાય છે -વડોદરા સેન્ટ્રલ જેલના (Vadodara Central Jail ) વેલફેર ઓફિસર મહેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે જે કેદી અશિક્ષિત છે તેમના માટે પ્રશિક્ષણ કલાસ ચાલે છે. વધુમાં જે કેદી આગળ અભ્યાસ કરવા માગતા હોય તેમને અહીંથી બોર્ડની પરીક્ષા પણ અપાવવામાં આવે છે. આગળ અભ્યાસ કરવા માંગતા કેદીઓ માટે ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી અને ડોક્ટર બાબ સાહેબ આંબેડકર યુનિવર્સિટી, એમ બે યુનિવર્સિટીના માધ્યમથી સર્ટિફિકેટ કોર્સ, ડીગ્રી કોર્સ, ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ કરવાની સુવિધા અપાય છે. અહીંના સેન્ટરના માધ્યમથી દર વર્ષે 200 થી પણ વધારે કેદી પરીક્ષા આપે છે.

આ તમામ પ્રવૃત્તિઓનો હેતુ શો છે?-કોઇ વ્યક્તિ જ્યારે દોષિત જાહેર થાય ત્યારે જેલના સળિયા પાછળ બંધ થાય ત્યારે કેદી તરીકેના નંબર સાથેની જિંદગી જેલની ઊંચી ઊંચી ચાર દીવાલોમાં શરુ થાય છે. તે જીવન વિશે કોઇ ખાસ જાણકારી સામે આવતી નથી. દિવસના ચોવીસ કલાકની દરેક પળ ગણતાં કેદીઓ સજા કાપી બહાર નીકળે ત્યારે સમાજની મુખ્યધારામાં ફરી ભળવાની શક્યતાઓ ધૂંધળી હોય છે. તેમને ગુનાખોરીના મનોવલણમાંથી બહાર લાવતી મનૌવૈજ્ઞાનિક તાલીમ પણ જરુરી હોય છે. તો આખરે કેદીઓ માટે બાકી જીવન કઇ રીતે જીવવું ? આ વૈચારિક પાયા સાથે જેલ ઇનમેટ્સ રીહેબિલિટેશન વર્ક ((Jail Inmates Rehabilitation Work) ) જોડાયેલું છે. ભારતમાં કેદીઓને કૌશલ્ય વિકાસની તાલીમ અને રોજગારીની વિવિધ તાલીમ દ્વારા કેદીઓને જેલમાંથી મુક્ત થતાં પહેલાં પુનઃરોજગાર માટે કેળવવામાં આવે છે. દેશમાં ન્યાયમૂર્તિ આનંદ નારાયન મલ્લાની અધ્યક્ષતામાં ઓલ ઇન્ડિયા કમિટી ઓન જેલ રીફોર્મ્સ (All India Committee on Jail Reforms ) 1980-83 દરમિયાન આવી એ સાથે જેલ સુધારણા વિશે વાતો ઉઠી અને કેદીઓના પુનર્વસન દ્વારા સમાજનું રક્ષણની વિભાવના આવી. જે બાદ અનેક પ્રકારના કાર્યક્રમો શરુ થયાં. આપણે અહીં જેની વાત કરી છે તેમાં કેદીઓનું રેસિડિવિઝમ અટકાવવામાં મદદરુપ થતી પ્રવૃત્તિઓની વાત છે. જેનાથી કેદીઓ કમાણી પણ કરે અને જેલની બહારની દુનિયા સાથેનો તંતુ જળવાઇ રહે છે. આ તમામ પ્રવૃત્તિ કેદીઓને જેલમાંથી બહાર નીકળ્યાં બાદ તેમના પુનઃસ્થાપનમાં (Vocational training to jail inmates) મદદરુપ બને છે.

ABOUT THE AUTHOR

...view details