- વડોદરામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ
- શહેર ભાજપ સંગઠન દ્વારા શહેરના 4 ઝોનમાં નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ
- કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરે-ઘરે પહોંચાડવામાં આવે છે ટિફિન
વડોદરાઃશહેરમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. હાલના સમયમાં કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કોરોનાને લઇને તંત્ર પર સર્તક થયું છે. ત્યારે શહેર ભાજપે ભાજપ સ્થાપના દિનથી કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેઓ હોમક્વોરેન્ટાઇન થયા છે તેના માટે ટિફિન સેવા શરૂ કરી છે.
- ભાજપ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી
વડોદરા ભાજપના સંગઠન દ્વારા શહેરના ચાર ઝોનમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. સંગઠન દ્વારા સવાર-સાંજ બન્ને ટાઈમ ચાર ઝોનમાં નિમાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઘરે-ઘરે ટિફિન પહોંચાડવામાં આવે છે. જ્યારે કોરોના મહામારીમાં ભાજપ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.
વડોદરાના અન્ય સમાચાર
આ પણ વાંચોઃ વડોદરામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે આવે છે એમ્બ્યુલન્સ
- વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ફુલ થઈ રહી છે. ત્યારે OSD ડૉક્ટર વિનોદ રાવે મોડી રાત્રે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલમાં આગામી દિવસોમાં બેડની સંખ્યા પણ વધારવામાં આવશે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીને લઈ દર મિનિટે એમ્બ્યુલન્સ આવે છે. વડોદરાની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે.