ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા ભાજપ દ્વારા કોંગ્રેસને બદનામ કરતી પ્રેસનોટ બહાર પાડવામાં આવી - bharatiya janta party

વડોદરા શહેર ભાજપે કોંગ્રેસને વિરુદ્ધ એક પ્રેસનોટ બહાર પાડી છે, જેમા કહેવામાં આવ્યું છે, કે વિપક્ષ પદ પર બેસીને કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે. જેનો કોંગ્રસ દ્વારા વિરોધ કરતા મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

con
વડોદરા ભાજપ દ્વારા કોંગ્રેસને બદનામ કરતી પ્રેસનોટ બહાર પાડવામાં આવી

By

Published : Apr 2, 2021, 2:12 PM IST

Updated : Apr 2, 2021, 3:20 PM IST

  • વિપક્ષમાં સ્થાન નહીં આપવાના નિર્ણયનો કોંગ્રેસે કર્યો વિરોધ
  • ભાજપે ભ્રષ્ટાચારના આક્ષેપ કોંગ્રેસ પર આક્ષેપ કરી બદનામ કરવાની કોશિશ કરી
  • મહાનગરપાલિકા ખાતે કોર્પોરેશનના કમિશનરને આવેદનપત્ર આપ્યું

વડોદરા: ગરુવારે વડોદરા શહેર ભાજપા સંગઠન દ્વારા એક પ્રેસનોટ બહાર પાડવામા આવી હતી જેમા કોંગ્રેસ પક્ષ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામા આવ્યા હતા. આક્ષેપોમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ વિપક્ષનુ પદ મેળવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે. આ રીતે કોંગ્રેસને બદનામ કરતી પ્રેસનોટ બહાર પાડવામા આવી હતી, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું.

આ પણ વાંચો : વડોદરા ભાજપ વોર્ડ નંબર 18 ના મહિલા કાઉન્સિલરની બર્થડે સેલીબ્રેશનમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન

ભાજપે લગાવ્યો કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ

વડોદરા મહાનગરપાલિકામા ભાજપ 25 વર્ષથી શાસન કરે છે, જેમાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરવામા આવ્યો છે જેને છુપાવવા માટે વિપક્ષને બદનામ કરતી તથા પ્રજાને ગેરમાર્ગે દોરનારી પ્રેસનોટ બહાર પાડવામા આવી છે. તેથી ભાજપા દ્વારા અત્યાર સુધી કરવામા આવેલા કામો જેવા કે પ્રધાનમંત્રી આવાસ યોજના, અતાપિ વન્ડર લેન્ડ, જન મહેલ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ જેવા કામોની સઘન તપાસ કરવામા આવે અને આ તમામ કામોમાં થયેલા ભ્રષ્ટાચારને બહાર પાડવામા આવે તેવી માગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ તમામ કોર્પોરેટરો તથા તમામ કાર્યકર્તાઓ મોરચો લઈ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યા તેઓએ મયુ.કમિશ્નર સ્વરુપ પી. ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયા ન મળતા તેઓની ઓફિસ બહાર આવેદનપત્ર ચોંટાડવામા આવ્યુ હતું.

આ પણ વાંચો : વડોદરામાં ભાજપ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

Last Updated : Apr 2, 2021, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details