- મુખ્યપ્રધાને રૂ. 126 કરોડની વડોદરાની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યું
- રૂ. 364 કરોડની પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત
- 2024 સુધીમાં તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ
ગાંધીનગર: મુખ્યપ્રધાને (cm bhupendra patel) વડોદરા તાલુકાના 39 ગામ તથા 34 પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલી મહી નદીમાં કૂવાના સ્ત્રોત આધારિત રૂપિયા 126.59 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જૂથ પાણી પુરવઠા યોજના (vadodara north division group water supply scheme)નું લોકાર્પણ કર્યું હતું. આ યોજના દ્વારા હવેથી 2.42 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી (Pure drinking water) મળશે. વડોદરા, સાવલી, ડેસર અને કરજણ તાલુકાના કુલ 211 ગામો માટે અંદાજે રૂપિયા 364.80 કરોડની નવીન પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓ (water supply schemes)નું ખાતમુહૂર્ત કર્યું હતું.
4.35 લાખ ગ્રામીણ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે
આ યોજનાઓ સાકાર થતા 4.35 લાખ ગ્રામીણ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી આવનાર સમયમાં મળી રહેશે. મુખ્યપ્રધાન રાહતનિધિ અને કન્યા કેળવણી નિધિમાં આગેવાનો, ઉદ્યોગપતિઓ દાન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ગાંધીનગર, મહેસાણા, આણંદ, બોટાદ અને પોરબંદર પછી હવે 100 ટકા 'નલ સે જલ' મેળવનારો છઠ્ઠો જિલ્લો વડોદરા બન્યો છે. મુખ્યપ્રધાનએ વડોદરા જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થાને સુદ્દઢ કરવા માટે કુલ રૂપિયા 491.39 કરોડના પાણી પુરવઠાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.
PM મોદીનો સંકલ્પ વડોદરા જિલ્લાએ 2021માં સાકાર કર્યો
સાવલી ખાતે યોજાયેલા પાણી પુરવઠા વિભાગના કાર્યક્રમમાં આ સંદર્ભે તેમણે કહ્યું કે, "છેવાડાના માનવીને પણ શહેરો જેવી સુવિધાઓ મળે તેવો અમારી સરકારનો સતત પ્રયાસ છે." ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જલ જીવન મિશન હેઠળ વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ વડોદરા જિલ્લાએ તો 2021માં જ સાકાર કરી લીધો છે. રાજ્યના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું પાણી પહોંચાડવાનો વડાપ્રધાનનો સંકલ્પ આખા ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં પરિપૂર્ણ થઇ જાય એ નિર્ધાર સાથે રાજ્યમાં આ યોજનાની કામગીરી ઝડપથી થઇ રહી છે."