ગુજરાત

gujarat

By

Published : Sep 7, 2021, 11:56 AM IST

ETV Bharat / city

વડોદરાની ખાનગી કંપનીએ રાજ્યના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન 'ડિજિગુરુ' પ્લેટફોર્મ કર્યું લોન્ચ

વર્તમાન ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે વડોદરામાં રાજ્યના અનુભવી શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળે તે માટે ડિજિગુરુ નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ ડિજિગુરુ પ્લેટફોર્મનું સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડોદરાની ખાનગી કંપનીએ રાજ્યના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન 'ડિજિગુરુ' પ્લેટફોર્મ કર્યું લોન્ચ
વડોદરાની ખાનગી કંપનીએ રાજ્યના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન 'ડિજિગુરુ' પ્લેટફોર્મ કર્યું લોન્ચ

  • રાજ્યના અનુભવી શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યું ઓનલાઈન પ્લેટફોર્મ
  • વડોદરામાં પ્રાઈવેટ કંપનીએ ડિજિગુરુ નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું
  • સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનવત્સલ સ્વામીએ પ્લેટફોર્મનું કર્યું ઉદ્ઘાટન

વડોદરાઃ રાજ્યના અનુભવી શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી રહે તે હેતુથી ઓનલાઈન પ્લેટફોર્મ ડિજિગુરુ શરૂ કર્યું છે. વડોદરામાં આ પ્લેટફોર્મના લોકાર્પણ માટે એક સમારોહ યોજાયો હતો, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનવત્સલ સ્વામીએ આ પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું હતું. વિદ્યાર્થી નર્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નેજા હેઠળ ડિજિગુરુ નામનું પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-COVID Pandemic Lessons: શિક્ષકો ઇ-લર્નિંગ માટે થઇ રહ્યાં છે તૈયાર

જ્ઞાનવત્સલ સ્વામીએ પણ પ્લેટફોર્મના વખાણ કર્યા

આ પ્લેટફોર્મના માધ્યમથી રાજ્યમાં પ્રથમ વખત ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સમગ્ર કોર્સ ઓનલાઈન ભણી શકશે. આ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરતા જ્ઞાનવત્સલ સ્વામીએ પણ પ્લેટફોર્મના વખાણ કર્યા હતા. આ પ્લેટફોર્મ પર મૂકવામાં આવતા વીડિયો લેક્ચર્સની વિશેષતા છે કે, તેને ત્રણ પ્રકારના નિષ્ણાતો તરફથી મંજૂરી મળ્યા બાદ જ લાઈવ કરવામાં આવશે.

વડોદરામાં પ્રાઈવેટ કંપનીએ ડિજિગુરુ નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું

આ પણ વાંચો-કોરોના મહામારીના કારણે લોકોમાં ઓનલાઈન રહેવાની આદત વધી, એક અભ્યાસમાં થયો ખૂલાસો

ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને થશે ફાયદો

રાજ્યના અનુભવી શિક્ષકોએ મળીને ડિજિટલ ઈન્ડિયાને આગળ ધપાવવા તથા વિદ્યાર્થીને ગુણવત્તાસભર ઓનલાઈન શિક્ષણ મળી રહે તે હેતુથી ડિજિગુરુ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. વિદ્યાર્થી નર્ચર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નેજા હેઠળ "ડિજિગુરુ" પ્લેટફોર્મ તૈયાર થયું છે. આ પ્લેટફોર્મ પર મૂકવામાં આવતા વીડિયો લેક્ચર્સની ખાસિયત છે કે, તેને ત્રણ પ્રકારના નિષ્ણાતો તરફથી મંજૂરી મળ્યા બાદ જ લાઈવ કરવામાં આવશે. "ડિજિગુરુ" પ્લેટફોર્મ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સમગ્ર કોર્સ ઓનલાઈન ભણી શકે તે માટે પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઉદ્ઘાટન BAPSના સંત પરમ પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું.

જરૂરિયાતમંદ બાળકોને મદદ કરશે આ પ્લેટફોર્મ

ડિજિગુરુ પ્લેટફોર્મ જરૂરિયાતમંદ બાળકોનું ભણતર બંધ ન થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીકાળમાં જે વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાં કમાતી વ્યક્તિ ખોઈ હોય તેમના માટે કોર્સ નિઃશુલ્ક આપવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા ઈચ્છુક વિદ્યાર્થીના વાલીઓએ ડિજિગુરુની ટીમને જાણ કરવાની રહેશે.

ABOUT THE AUTHOR

...view details