વડોદરામહાનગરપાલિકા દ્વારા સંચાલિત (Anganwadi Sisters managed by the Municipality ) આંગણવાડીની બહેનો પગાર વધારા (Anganwadi Sisters strike for Salary increase) અને સરકારી કર્મચારી તરીકે સ્વીકાર કરવા (Approve government employees Angadwadi Sisters) સહિતની માર્ગને લઈને છેલ્લા પાંચ દિવસથી આંદોલનના માર્ગે છે. વડોદરા આંગણવાડીની બહેનોની હડતાલનું આજે પાંચમો દિવસ છે. આજે 500થી વધુ બહેનો દ્વારા તાલુકાની વડી કચેરીમાં (Head Office of Vadodara Taluka) હલ્લાબોલ કરી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વડી કચેરીમાં હલ્લાબોલપાંચ દિવસથી અલગ અલગ કચેરી બહાર પ્રદર્શન યોજી ધરણા કરવામાં આવી રહ્યા છે. આજે આ બહેનોએ પાલિકાની વડી કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. 500 કરતા વધુ સંખ્યામાં બહેનો મ્યુનિસિપલ કમિશનર કચેરી (Vadodara Municipal Commissioner Office) બહાર એકત્રિત થઈ સૂત્રોચાર કર્યા હતા. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર (Application to Municipal Commissioner)આપી પોતાની માંગણીઓને લઈને રજૂઆત કરી.