ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાને પાણી પૂરું પાડનાર આજવા સરોવર તળિયા ઝાટક થવાની અણી પર

મધ્ય ગુજરાત સહિત વડોદરામાં વરસાદ ન પડવાના કારણે વડોદરા વાસીઓના માથે પાણી કાપની સમસ્યા નક્કી છે. વડોદરાને પાણી પૂરું પાડનાર આજવા સરોવર તળિયા ઝાટક થવાની અણી પર છે.

આજવા સરોવર
આજવા સરોવર

By

Published : Aug 14, 2021, 11:51 AM IST

  • ભારે વરસાદ પડે તો પ્રતાપ સરોવરમાંથી આજવા સરોવરમાં પાણી છોડાય છે
  • આજવા સરોવરમાં પાણી સંગ્રહ કરવામાં આવે છે, જેથી દુકાળમાં શહેરીજનોને પાણી મળી રહે
  • પ્રતાપ સરોવરની સાથે મહત્વના આજવા સરોવરમાં ફક્ત 206 ફૂટના લેવલે પાણી છે

વડોદરા: ગાયકવાડ શાસનમાં વડોદરા શહેરને હંમેશા પૂરતું પાણી મળી રહે તે માટે આજવા સરોવર અને પ્રતાપ સરોવર બનાવવામાં આવ્યા હતા. ભારે વરસાદ પડે તો પ્રતાપ સરોવરમાંથી આજવા સરોવરમાં પાણી છોડાય છે અને આજવા સરોવરમાં પાણી સંગ્રહ કરવામાં આવે છે. જેથી દુકાળમાં શહેરીજનોને પાણી મળી રહે, પરંતુ આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટ મીડ સુધી વરસાદ ન પડવાના કારણે પ્રતાપ સરોવરની સાથે મહત્વના આજવા સરોવરમાં ફક્ત 206 ફૂટના લેવલે પાણી છે, જે માત્ર 45 ટકા જ છે.

આજવા સરોવર

આ પણ વાંચો- આજવા સરોવરની સપાટી વધવાને કારણે જિલ્લા કલેક્ટર શાલિની આગ્રવાલ સરોવરની મુલાકાતે

હજુ પણ વરસાદ ન પડે તો પાણી કાપ મુકવો પડે

મેયરનું કહેવું છે કે, જો હજુ પણ વરસાદ ન પડે તો પાણી કાપ મુકવો પડે, જેથી આગામી દિવસોમાં કોઇ સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદથી નર્મદામાંથી પાણી આપવા સરકારને રજૂઆત કરવામાં આવશે અને ભગવાન પણ મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

વડોદરા આજવા સરોવર ખાલીખમ

25 વર્ષથી ગુજરાત અને વડોદરા પાલિકા પર ભાજપનું શાસન છે

બીજી તરફ કોંગ્રેસનું કહેવું છે કે, 25 વર્ષથી ગુજરાત અને વડોદરા પાલિકા પર ભાજપનું શાસન છે. સ્માર્ટ સીટીની વાતો કરતા ભાજપા નેતાઓ અને અધિકારીઓ વોટર હાર્વેસ્ટિંગની યોજનાઓ કાગળ પર બનાવે છે અને કોઈ નક્કર આયોજન કરાયા નથી. જેથી વરસાદ ના વરસે તો આગવું આયોજનમાં મૂશ્કેલી થાય.

આ પણ વાંચો-ભારે વરસાદથી વડોદરાનું આજવા સરોવર બે કાંઠે છલકાયું

જો બધું જ ભગવાન ભરોસે છોડવામાં આવી રહ્યું છે તો તંત્રની જવાબદારી શું છે તે સવાલ છે

દુષિત પાણીથી રોગચાળામાં સપડાયેલી પ્રજા ભગવાન ભરોસે છે જ ત્યારે પીવાના પાણી મામલે તંત્ર ભગવાન ભરોસે છે. જો બધું જ ભગવાન ભરોસે છોડવામાં આવી રહ્યું છે તો તંત્રની જવાબદારી શું છે તે સવાલ છે. વડોદરાને સ્માર્ટસીટી બનાવવાના ચશ્માં પહેરાવનાર સત્તાધીશો માટે વરસાદ ખેંચાતા પીવાનું પાણી પૂરું પાડવું મોટા પડકાર સમું બની ગયું છે.

ABOUT THE AUTHOR

...view details