ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા: દર 6 મહિને યોજાતી એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક કોરોનાને કારણે 1 વર્ષ બાદ યોજાઈ - epidemic of corona

વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટની અધ્યક્ષતામાં વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. સામાન્ય રીતે દર 6 મહિને યોજાતી આ બેઠક કોરોના મહામારીને કારણે આ વખતે 1 વર્ષે યોજાઈ હતી. આ બેઠકમાં એરપોર્ટ નિયામક ટી.કે. ગુપ્તા, શહેર પોલીસ કમિશ્નર, મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર, એરફોર્સ અને એરપોર્ટના અન્ય વિભાગના અધિકારીઓ, એર સેવા પુરી પાડતી કંપનીનાં અધિકારીઓ સહિત સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

એરપોર્ટ સલાહકાર સમિતિ
એરપોર્ટ સલાહકાર સમિતિ

By

Published : Dec 18, 2020, 8:27 PM IST

  • વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
  • વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
  • કોરોનાને કારણે આ વખતે 1 વર્ષ બાદ યોજાઈ બેઠક
    વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

વડોદરા: એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક દર 6 મહિને યોજાતી હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે આ વખતે જૂન મહિનાની બેઠક મળી ન હતી. જે હવે એક વર્ષ બાદ કોરોનાની ગાઈડ લાઈન મુજબ એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી. વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિના અધ્યક્ષ અને સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાયેલી સલાહકાર સમિતિની બેઠકમાં સમિતિનાં સભ્યો સહિત વેપારી એસોસીએશનનાં પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વડોદરા એરપોર્ટથી અન્ય સ્થળોએ ફ્લાઈટ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

પ્રવાસીઓની મુશ્કેલી અંગે કરવામાં આવી ચર્ચા

આ બેઠકમાં એરપોર્ટ પર આવત- જતા પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વડોદરાથી અન્ય સ્થળોએ ફલાઈટ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. એરપોર્ટ સર્કલ પર થતા ટ્રાફિક નિવારણ માટે ફલાય ઓવર બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. વડોદરામાં કોરોનાની મહામારીને પગલે લેવામાં આવતી તકેદારી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓ માટે ટ્રાન્સપોર્ટેશન માટે જરૂરી સુવિધાઓ પુરી પાડવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા એરપોર્ટમાં જરૂરી સુવિધા તેમજ કામગીરી અંગે વડોદરા એરપોર્ટનાં નિયામક ટી.કે. ગુપ્તાએ વધુ માહિતી આપી હતી. તેમજ રંજનબેન ભટ્ટે પણ આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે વધુ માહિતી આપી હતી.

વડોદરા એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ABOUT THE AUTHOR

...view details