વડોદરાઃ જિલ્લામાં વાઘોડિયા તાલુકાની દેવ નદીમાં કપડાં ધોવા ગયેલી મહિલાને મગરે ફાડી ખાતા તેઓનું મૃત્યું નીપજ્યું હતું. મહાદેવપુરા ગામમાં રહેતા 54 વર્ષીય મંગીબહેન વસાવા ગામના છેવાડેથી પસાર થતી દેવ નદીમાં કપડાં ધોવા ગયા હતા. ત્યારે મંગીબહેન કપડાં ધોવામાં મગ્ન હતા તે દરમિયાન નદીમાંથી ધસી આવેલા મગરે તેમની ઉપર હુમલો કરી તેમને નદીમાં ખેંચી ગયો હતો. આ બનાવની જાણ પરિવારજનો અને ગામ લોકોને થતાં તેઓ નદી કિનારે દોડી ગયા હતા અને મહિલાના પતિ, પુત્ર સહિત ગામના તરવૈયાઓએ નદીમાં શોધખોળ હાથ ધરી હતી.
વડોદરાઃ વાઘોડિયા તાલુકાની દેવ નદીમાં મહિલા પર મગરે હુમલો કરતા મહિલાનું મૃત્યું - Waghodia Police
વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાની દેવ નદીમાં કપડાં ધોવા ગયેલી મહિલાને મગરે ફાડી ખાતા તેઓનું મૃત્યું નીપજ્યું હતું. મહાદેવપુરા ગામમાં રહેતા 54 વર્ષીય મંગીબહેન દેવ નદીમાં કપડાં ધોવા ગયા હતા. તે દરમિયાન નદીમાંથી ધસી આવેલા મગરે તેમની ઉપર હુમલો કરી તેમને નદીમાં ખેંચી ગયો હતો. આ બનાવની જાણ પરિવારજનો અને ગામ લોકોને થતાં તેઓ નદી કિનારે દોડી ગયા હતા અને મહિલાના પતિ, પુત્ર સહિત ગામના તરવૈયાઓએ નદીમાં શોધખોળ હાથ ધરી હતી.
મહિલાને મગરના સંકજામાંથી છોડાવવા માટે ડાંગો જેવા મારક હથિયારો સાથે નદીમાં ઉતરેલા તરવૈયાઓએ જણાવ્યું હતું કે, મંગીબહેનને નદીમાં બે મગરોએ પોતાના જડબામાં જકડી રાખ્યા હતા. એક કલાક સુધી બે મગરો સામે જંગ ખેલીને મંગીબહેનને બહાર લાવ્યાં હતા. જોકે, મગરોએ મહિલાને ગંભીર ઇજા પહોંચાડતા તેઓ બચી શક્યાં ન હતા. મહિલાનો નદીમાંથી માત્ર મૃતદેહ હાથમાં આવ્યો હતો.
મહાદેવપુરા ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં બનેલા આ બનાવની જાણ વાઘોડિયા પોલીસ અને વન વિભાગને થતાં, તેઓની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી અને પોલીસે ગુનો નોંધી વધું કાર્યવાહી હાથ ધરી હતી.