ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ આત્મહત્યા કરી

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીએ રવિવારે સવારે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. પરિવારે હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. ગોત્રી પોલીસ સ્ટેશને આ બાબતે તપાસ હાથ ધરી હતી.

ccc
વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ આત્મહત્યા કરી

By

Published : Jun 6, 2021, 4:51 PM IST

  • વડોદરા સ્ટર્લિંગમાં એક દર્દીએ મોતની છંલાગ લગાવી
  • અગમ્ય કારણસર દર્દીએ કરી આત્મહત્યા
  • ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા: જિલ્લાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ હોસ્પિટલના ત્રીજા માળેથી અગમ્ય કારણોસર મોતની છંલાગ લગાવીને પોતાનું જીવન ટુકાવ્યું હતું. ઘટના પછી પરિવારજનો દ્વારા હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. ગોત્રી પોલીસે આ મામલે આગળની તપાસ હાથધરી છે.

ગંભીર બિમારીઓને કારણે હતા હોસ્પિટલમાં

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના કછાટા ગામ ખાતે રહેતા અને જીઈબીમાં નોકરી કરતા રતનભાઈ તડવીને છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસ અને ટીબીની બીમારીથી પીડાઈ રહ્યા હતા. થોડા દિવસ પૂર્વે તેમને પ્રથમ સારવાર અર્થે બોડેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર માટે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યા છેલ્લા 8 દિવસથી સારવાર ચાલી રહી હતી. રવિવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં રાતનભાઈએ ત્રીજા માળેથી અગમ્ય કારણોસર કુદકો મારીને પોતાનું જીવન ટુકાવ્યું હતું. ઘટના બાદ હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો હતો.

આ પણ વાંચો : વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં 18 થી 44 વય જૂથના નાગરિકોને રસી આપવાનો પ્રારંભ

પરિવારને મળવા નહોતા જવા દેતા

મૃતકના સગાભાઈ દિલીપભાઈ તડવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે માર ભાઈ રતનને ડાયાબિટીસ અને ટીબી હોવાથી કેટલાય દિવસોથી વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરિવારને રતનભાઈને મળવા પણ ન જવા દેતા, અગાઉ પણ પરિવારે હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. કાલે બે મિનિટ માટે ખાલી મુલાકાત કરવા દેવામાં આવી હતી, ત્યારે મારા ભાઈ રતન એ અમને જણાવ્યું હતું કે મારી કોઈ સારવાર નથી થતી, તે માટે અહીં અમે થી રજા લેવા માંગતા હતા.

વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ આત્મહત્યા કરી

હોસ્પિટલે હાથ ઉચ્ચા કરી લીધા

અમે ડોક્ટરને આ અંગે વાત કરી હતી ત્યારે તેમણે અમને ખોટી સાંત્વના આપી હતી અને અમને એ રીતે ડરાવ્યા હતા કે જો તમે બીજા દવાખાને લઈ જશો તો સારું નહીં થાય તેમ કહીને અમને રજા પણ આપી ન હતી. આ દરમિયાન રવિવારે સવારે 8:30 વાગ્યે ત્રીજા માળેથી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા અંગે અમે કોઈ જાણ નહોતી કરવામાં આવી. અમે પૂછ્યું ત્યારે જણાવવામાં આવ્યું હતું કે રાત્રિના સમયે તેમને બાંધેલા હતા અને હોસ્પિટલે હાથ ઉચ્ચા કરી લીધા હતા.

આ પણ વાંચો : વડોદરાના 3 શ્રીમંત ઘરના યુવક-યુવતી પાસેથી મળ્યો 48 બોટલ દારૂ, બર્થ ડે પાર્ટી માટે લઈ જતા હતા મોંઘો દારૂ

ABOUT THE AUTHOR

...view details