- જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી સમયે રોકડ ઝડપાઇ
- 39 લાખ રૂપિયાની રોકડ સાથે 2 યુવકની ધરપકડ
- ફતેગંજ પોલીસે મોપેડમાંથી 39 લાખની રોકડ ઝડપી
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી સમયે મોડી રાત્રિએ ફતેગંજ પોલીસે ટુ વ્હીલરની ડીકીમાં રૂપિયા 39 લાખ રોકડા લઈને પસાર થઈ રહેલા બે યુવાનોને ઝડપી પડયા હતા. જેથી પોલીસે તપાસ શરૂ કરી છે.
ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસે ઝડપાયા
ચૂંટણીઓમાં મતદારોને રિઝવવા માટે નાણાંની કોથળીઓ ખુલ્લી મુકવામાં આવે છે, ત્યારે મોડી રાત્રિએ ફતેગંજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ટુ વ્હીલર લઇને પસાર થઇ રહેલા 2 યુવાનોને ઉભા રાખી તેમના ટુ વ્હીલરની ડીકીમાં તપાસ કરતા રૂપિયા 39 લાખ રોકડા મળી આવ્યા હતા. આ રૂપિયા અંગે બન્ને યુવાનો સંતોષકારક જવાબ આપી ન શકતા પોલીસ બન્નેને પોલીસ મથક ખાતે લઇ આવી પૂછપરછ શરૂ કરી હતી. જો કે, આ રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં લઈ જવામાં આવી હતી તે અંગે હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલ ફતેગંજ પોલીસે રૂપિયા 39 સાથે અટકાયત કરાયેલા બન્ને યુવાનો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ બન્ને યુવાનોની અંકલેશ પટેલ (રહે 199, મારુતિ ધામ સોસાયટી બાજવા) અને આર્યન પટેલ (રહે, બી -141 યોગીનગર ટાઉનશીપ, રામાકાકા ડેરી પાસે છાણી ) તરીકે ઓળખ થઇ છે.