વડોદરા:શહેરમાં આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ જાહેર સભા અગાઉ વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય(Vadodara Congress Office) લકડી પુલમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ જાહેર સભામાં બેરોજગારી, શિક્ષણ, દેશની સંપત્તિ વેચવી તમામ મુદ્દાઓથી લડીશ. અમે લડીશું પઢાઈ, કમાઈ, દવાઈલા મુદ્દાઓ પર આ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly elections) લડીશું.
દેશના બંધારણ અને લોક તંત્રને બચાવીને રહીશું આ પણ વાંચો:હાર્દિક પટેલે કોંગ્રેસની ગરીમા જાળવી નથી: જીગ્નેશ મેવાણી
શહેર કોંગ્રેસ કાર્યાલયમાં(Vadodara Congress Office) યોજાયેલ પત્રકાર પરિષદમાં જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, વિધાનસભા 2022ની ચૂંટણી બેરોજગારી, શિક્ષણ અને દેશની સંપત્તિ વેચી છે તેવા મુદ્દાઓને લઇ લડીશું. બંધારણ અને લોકતંત્રમાં ભરોસો(Confidence in Constitution and Democracy) નથી તેવી આ સરકારે સાજીશ રચી આસામ પોલીસની મદદ લઇ ટ્વિટ બાબતે મારી ગેરકાયદેસર અટકાયત(Illegal Arrested by Assam Police) કરી. આ એક પ્રકારે સંવિધાન ઉપર હુમલો (Attack on the Indian Constitution) છે. લાખો કર્મચારી પોતાને કાયમી કરવાની માંગ(Employees Demand to be permanent) કરી રહ્યા છે, કુપોષણ જેવા વિવિધ પ્રશ્નો સામે ભાજપનું મૌન છે, તેની સામે એક નાગરિક અને કોંગ્રેસ પક્ષના સિપાહી તરીકે લાડીશું.
આ પણ વાંચો:રામના નામે રાજનીતિ : કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રામને નામે કહી નાંખ્યા આ કેવા બોલ! વિવાદનો મધપૂડો છેડાયો
બંધારણ અને લોકતંત્રને બચાવશુંઃવડોદરામાં જાહેર સભા સંબોધન પૂર્વે ભાજપના શાહસકો દ્વારા બંધારણ અને લોકતંત્રને ખતમ કરતા અમે બચાવીશું, તેવું જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું. વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસ ચૂંટણી લડશે સાથે રામ મંદિરને લઈ રામના નકલી ભક્તો (Fake devotees of Rama) દેશ અને ગુજરાતની જનતાને શ્રદ્ધા અને આસ્થા સાથે દગો કર્યો તમે કેમ હિસાબ નથી આપતા તેવા આક્ષેપો કર્યા હતા.