- વડોદરા દ્વારકેશલાલજીના બન્ને પુત્રોએ પણ લીધી વેક્સિન
- 18 વર્ષથી ઉપરના લોકો માટે શનિવારથી વેક્સિનેશનનો આરંભ કરાયો
- વડોદરામાં ઘણા રસીકરણ કેન્દ્રો પર અવ્યવસ્થા પણ જોવા મળી
વડોદરા:દેશને કોરોના મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે, વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત શનિવારથી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશનનો આરંભ કરવામાં આવ્યો છે. વડોદરાના 76 કેન્દ્રો પર પ્રથમ દિવસે જ 10000 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. વડોદરા પાલિકાના સહયોગથી અને વિપો દ્વારા કલ્યાણ રાયજી હવેલી ખાતે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે, વડોદરાના મેયર, સાંસદ, કોર્પોરેટરો, કમિશ્નર અને દ્વારકેશલાલજી મહારાજ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:વાપીમાં VIA વેક્સિનેશન કેમ્પમાં 2,774 લોકોએ વેક્સિનનો લાભ મેળવ્યો