- બરોડા યુથ ફેડરેશન દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ
- બહેનો દ્વારા વિશેષ રૂપે તૈયાર કરવામાં થીમ આધારિત રાખડી
- THANK YOU PM MODI FOR COVID 19 VACCINE થીમ
વડોદરા: વડાપ્રધાન નરોન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારી દરમિયાન દેશવાસીઓ માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેના કારણે આજે દેશભરમાં કોરોની અસર ઓછી થઈ છે. આ નિર્ણયમાં એક મહત્વનો નિર્ણય મોદી દ્વારા લેવામાં આવ્યો હતો. આ નિર્ણય હતો દરેક દેશવાસીને કોરોનાની વેક્સિન વિનામુલ્યે આપવાનો. ઉલ્લેખનીય છે કે, તેમના આ નિર્ણયના કારણે દેશભરમાં લોકોને ફ્રિ વેક્સીન આપવામાં આવી રહી છે. તેમના આ નિર્ણયની સરાહના કરવા માટે બરોડા યુથ ફેડરેશન દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. બરોડા યુથ ફેડરેશન દ્વારા ગુરુવારે વિશેષ થીમ આધારિત રાખડી થકી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
બરોડા યુથ ફેડરેશન દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી આ રાખડી વડોદરાની બહેનો દ્વારા ભાઈઓને બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
બરોડા યુથ ફેડરેશન દ્વારા આજે ગુરુવારે વિશેષ થીમ આધારિત રાખડી થકી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ રાખડીઓ બહેનો દ્વારા વિશેષ રૂપે તૈયાર કરવામાં આવી હતી. મહત્વનું છે કે બહેનો દ્વારા THANK YOU PM MODI FOR COVID 19 VACCINE થીમ આધારિત રાખડી બનાવવામાં આવી છે. આ થીમ આધારિત રાખડી બહેનોએ ભાઈઓને બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
બરોડા યુથ ફેડરેશન દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી બરોડા યુથ ફેડરેશનના પ્રયાસને કારણે ચાર જેટલી બહેનોને ટૂંકાગાળા માટે રોજગારી પણ મળી
બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રૂકમિલ શાહના જણાવ્યા પ્રમાણે, અમારી ક્રિએટીવ ટીમ દ્વારા વડાપ્રધાનના દેશવાસીઓને કોરોનાની વેક્સિન મફત આપવાના નિર્ણયની સરાહના કરતી વિશેષ રાખડી તૈયાર કરવામાં આવી હતી. ગુરુવારે બહેનોએ ભાઈઓને થીમ આધારિત રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ પર્વની ઉજવણીમાં 20 જેટલા શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં શાળાના સફાઈ કર્મીઓ પણ જોડાયા હતા. આ પ્રયાસ થકી આ વિશેષ રાખડી તૈયાર કરનારી બહેનોને ટૂંક સમયની રોજગારી પણ મળી હતી. અમારા દ્વારા એક હજાર રાખડી તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. જે લોકો મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયની સરાહના કરવા માગતા હોય તેઓને રાખડી નિશુલ્ક આપવામાં આવશે.
વડાપ્રધાન મોદીની થીમવાળી રાખડી બહેનોએ બાંધી