ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના એક સાયકલ પ્રેમીની અનોખી સાયકલ જોઈને લોકો અચંબિત - સાયકલ પ્રેમીની અનોખી સાયકલ

વડોદરાઃ જિલ્લાના એક સાયકલ પ્રેમીને સાયકલિંગ પ્રત્યે અલગ જ પ્રેમ છે. આ સાયકલ પ્રેમી દ્વારા 2 સીટરથી લઈને 4 સીટર સાયકલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. 26 જાન્યુઆરીએ પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે દિલ્હી સુધી સાયકલ પ્રેમી સાયકલ પ્રવાસ કરશે અને તે દરમિયાન તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Unique bicycle in Vadodara

By

Published : Oct 1, 2019, 11:40 PM IST

વડોદરા શહેરના એક સાયકલ પ્રેમી દ્વારા બનાવવામાં આવતી અલગ પ્રકારની સાયકલ જ્યારે રસ્તા પર નીકળે છે, ત્યારે રસ્તા પરથી પસાર થતા લોકો આશ્ચર્યતાથી સાયકલને જોઈ રહે છે. અનેકવાર દેશના વિવિધ રાજ્યોમાં આ સાયકલ પ્રેમીએ પોતે બનાવેલી મોડિફાઇડ સાયકલથી અનેકવાર પ્રવાસ ખેડયો છે.

વડોદરાના એક સાયકલ પ્રેમીની અનોખી સાયકલ જોઈને લોકો અચંબિત

સામાન્ય રીતે સાયકલ એક ચાલક દ્વારા ચલાવાતી હોય છે. પરંતુ વડોદરા શહેરના નિવૃત આર્મીમેન અને હાલ રેલવેમાં ફરજ બજાવતા સાયકલ પ્રેમી જયેશ પંડ્યાને સાયકલિંગનો કઈંક અલગ જ શોખ રહેલો છે અને આ શોખ દ્વારા જયેશ પંડ્યાએ 2 ચાલક સીટરથી લઈને 4 ચાલક સીટરની સાયકલ જાતે જ મોડિફાઇડ કરીને બનાવી છે અને હવે આગામી તા. 26 જાન્યુઆરી રોજ પોતે બનાવેલા 4 સીટર સાયકલ દ્વારા પર્યાવરણ બચાવોના સંદેશા દિલ્હી સુધીની યાત્રા કરશે. સાયકલ પ્રેમી જયેશ પંડ્યાએ દિલ્હી ખાતે 26મી જાન્યુઆરીના રોજ યાજાતા વિવિધ ટેબલો દ્વારા પ્રદર્શનમાં ભાગ લેવા અને વડાપ્રધાન મોદીને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરનો આ સાયકલ પ્રેમી છેલ્લા કેટલાક વર્ષોથી સાયકલિંગ કરી અનેક એવોર્ડ પોતાના નામ કરી ચુક્યા છે તેમજ અનેકવાર સાયકલિંગ કરી દેશના વિવિધ સ્થળો પર સાયકલિંગ કરવું શરીર માટે કેટલું ઉપયોગી છે તે સંદેશો લોકો સુધી પહોંચાડતા રહે છે.

વડોદરાના જયેશ પટેલે ઇ.ટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી સાયકલિંગનો શોખ લાગ્યો છે અને જાતે જ સાયકલ મોડીફાઇડ કરવામાં આવે છે જેમાં હાલ તેમની પાસે 2 સીટર, 3 સીટર, અને 4 સીટર સાયકલ સાથે 30 ફૂટ લાંબી એક સાયકલ પણ છે અને આ સાયકલ દ્વારા તે પ્રવાસ પણ કરી ચુક્યા છે. સાયકલ પ્રેમી જયેશ પંડયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, એક સાયકલ પાછળ 20 થી 25 હજાર સુધીનો ખર્ચ આવે છે તેમજ એક સાયકલ પાછળ 2 થી 3 મહિનાનો સમય લાગે છે. ક્યારે સાયકલની ડિઝાઇન પ્રમાણે સ્પેર પાર્ટના મળે તો પંજાબથી મંગાવા પડે છે અથવા તો બનાવા પડે છે. પરંતુ આ તેમના સાયકલ શોખના કારણે દેશના જાણીતા વિજ્ઞાનિક માટે પણ એક અલગ સાયકલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તે તેમના માટે એ ગૌરવની વાત ગણાવી રહ્યા છે.

જયેશ પંડ્યા જ્યારે પોતે બનાવેલી આ સાયકલ લઈને જાહેર માર્ગ પર નીકળે ત્યારે લોકો આશ્ચર્ય સાથે ઊભા રહી આ અલગ સાઇકલની કારીગરીને નિહાળે છે. તેમના મિત્રો, પરિવારો અને સાયકલ પ્રેમી માટે સાયકલિંગ હંમેશા મહત્વનું રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details