- વોર્ડ વિઝાર્ડ જોય ઈ-બાઇકના પ્લાન્ટ ખાતે યોજાયો સમારોહ
- વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિત રહ્યા
- ઈ-બાઈકના ચાર નવા મોડલનું ઇ-લોકર્પણ
વડોદરાઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરૂવારે પર્યાવરણ અને પ્રદુષણથી બચવા ગ્રીન એનર્જી આધારિત અને આત્મનિર્ભર ભારતની દિશામાં વધુ એક ઉદ્યોગ સમૂહના ઉત્પાદનને જોઈ ઈ-બાઈકનું લોકાર્પણ કર્યું હતું. વડોદરાના હનુમાનપુરા સ્થિત વોર્ડ વિઝાર્ડ જોય ઈ-બાઇકના પ્લાન્ટ ખાતે યોજાયેલા સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ વિઝાર્ડ જોય ઈ-બાઇકના પ્લાન્ટ ખાતે યોજાયો સમારોહ ભારત પણ ઓટો મોબાઇલ ક્ષેત્રે આત્મનિર્ભર
વાહનોના ધુમાડાને કારણે પર્યાવરણ તેમજ માનવીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે, વાહનોમાં પરંપરાગત બણતરની જગ્યાએ રિન્યુએબલ એનર્જી ઉપયોગમાં લેવામાં આવ્યું છે, ત્યારે ઇલેક્ટ્રિકલ વાહનોનો ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે. જેથી પર્યાવરણ બચાવી શકાય. ભારત પણ ઓટો મોબાઇલ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે.
વોર્ડ વિઝાર્ડ જોય ઈ-બાઇકના પ્લાન્ટ ખાતે યોજાયો સમારોહ ઈ-બાઈકનું ઉત્પાદન શરૂ કર્યું વોર્ડ વિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી લિમિટેડ જોય ઈ-બાઈકનું ઈલેક્ટ્રીક વિકાસમાં પોતાની વિવિધ કેટેગરીમાં ઉત્પાદન શરૂ કર્યું છે. જે ભારતના ઇવી સેગમેન્ટમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. વ્યોમ ઇનોવેશન દ્વારા ગ્રાહકોને તેમના સ્વાસ્થ્યની સુરક્ષાની કાળજી લેવા ઓછા વીજ વપરાશથી શરૂ કરેલા ઉપકરણો પૂરું પાડવાનું શરૂ કર્યું છે. જે આપણી વર્તમાન જીવનશૈલીને સ્વચ્છ અને ગ્રીન એનર્જીના વિકલ્પો પૂરા પાડે છે.
વોર્ડ વિઝાર્ડ જોય ઈ-બાઇકના પ્લાન્ટ ખાતે યોજાયો સમારોહ કેન્દ્રીય ગૃહપ્રધાને અમીત શાહે ઈ લોકાર્પણ કર્યું
ચાર નવા મોડલનું ગુરૂવારે ઇ-લોકર્પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્યું હતું અને આ માટે શુભેચ્છા પાઠવી હતી. વિધાનસભાના અધ્યક્ષના હસ્તે વડોદરાના પોલીસ કમિશ્નર ડો સમશેર સિંગને ઈ-બાઈકની ચાવી આપવામાં આવી હતી.
વડોદરામાં ઈ-બાઈકનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વર્ચ્યુલ ઉદ્ઘાટન કર્યું