વડોદરા:વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સંસ્કારી નગરી વડોદરા અને ગુજરાતની ઓળખ સમાં નવરાત્રીના ગરબાની પરંપારિક સંસ્કૃતિને નિહાળશે. હાલમાં શહેરના લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાત લેશે ત્યાર બાદ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એરપોર્ટ પર મહાનુભાવોના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે ઢોલ વગાડી ગરબા રમી સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામના સ્વાગત અર્થે વિદેશી વિદ્યાર્થીઓ પણ એરપોર્ટ (Dr S Jaishankar in Vadodara) પર પોહચ્યા હતા.
કેન્દ્રીય વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરનું વડોદરા એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત - કેવડિયા કોન્ફરન્સમાં ડો એસ જયશંકર
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર વડોદરાના મેહમાન બન્યા છે ત્યારે વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત (Dr S Jaishankar in Vadodara) કરવામાં આવ્યું હતું. તેઓની સાથે વિશ્વના વિવિધ 60 દેશો ના રાજદૂતો પણ વડોદરા એરપોર્ટ ખાતે આવી પોહચ્યા હતા.
પરિવાર સાથે સંસ્કારી નગરીની મુલાકાતે: આ અંગે રાજ્ય પ્રધાન જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર વિદેશ પ્રધાન સાથે વિવિધ દેશોના એમ્બેસેડર પોતાના પરિવાર સાથે સંસ્કારી નગરીમાં પધાર્યા છે તે ગુજરાત માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે નવરાત્રીના પર્વમાં પણ ભાગ લેશે. સાથે વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે, વિવિધ દેશોના એમ્બેસેડર આવ્યા છે તેઓ ગરબામાં ભાગ લેશે અને આવતી કાલે કેવડિયા ખાતે કોન્ફરન્સમાં (Dr S Jaishankar in Kevadia Conference) જોડાશે.