ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહ વડોદરા એરપોર્ટ પહોંચ્યા - વડોદરાના સમાચાર

દેશના અભેદ સુરક્ષા કવચ વચ્ચે કેવડિયા કોલોની ખાતે ટેન્ટ સિટી ત્રિદિવસીય ઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સ ચાલી રહી છે. જેમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવા કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહ વાયુદળના ખાસ વિમાનમાં આજે વડોદરા આવી પહોંચ્યા હતા. કલેકટર, પોલીસ કમિશ્નર અને ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓએ રાજનાથસિંહનું સ્વાગત કર્યું હતું. હેલિકોપ્ટર દ્વારા તેઓ કેવડિયા ખાતે ડિફેન્સ કોન્ફરન્સમાં હાજરી આપવા રવાના થયા હતા.

કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહે આજે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા
કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહે આજે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા

By

Published : Mar 5, 2021, 11:15 AM IST

Updated : Mar 5, 2021, 1:31 PM IST

  • કેવડિયા કોલોની ખાતે ત્રિદિવસીય ડિફેન્સ કોન્ફરન્સ ચાલી રહી છે
  • શનિવાર સાંજે રાજનાથ સિંહ વડોદરા એરપોર્ટ પર આવી ખાસ વિમાન દ્વારા તેઓ દિલ્હી જશે
  • તારીખ 6 માર્ચના રોજ ડિફેન્સ કોન્ફરન્સની પૂર્ણાહુતિ થશે

વડોદરાઃ દેશના અભેદ સુરક્ષા કવચ વચ્ચે કેવડિયા કોલોની ખાતે ત્રિદિવસીય ડિફેન્સ કોન્ફરન્સમાં ચાલી રહી છે. જેમાં ઉપસ્થિત રહેવા દેશના કેન્દ્રિય રક્ષાપ્રધાન રાજનાથસિંહ આજે ખાસ વિમાન દ્વારા વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું કલેકટર, પોલીસ કમિશ્નર અને સાંસદ તથા વાયુ સેના ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. થોડી મિનિટોનું રોકાણ કરી હેલિકોપ્ટર દ્વારા તેઓ કેવડિયા ખાતે રવાના થયા હતા.

આ પણ વાંચોઃત્રણેય સેનાના વડાઓની રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાશે, વડાપ્રધાન મોદીના આગમનની શક્યતા

ડિફેન્સ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિતના હાદરી આપશે

કેવડિયા ટેન્ટ સિટી ટુમાં યોજાયેલી ડિફેન્સ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત, નૌસેના ચીફ કર્મવીરસિંઘ, વાયુસેના ચીફ રાકેશસિંહ ભદોરીયા, આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્રીદિવસીય ઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે છે. કેન્દ્રીય રક્ષાપ્રધાન પ્રથમવાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ભારતીય સેનાની પરિષદમાં ભાગ લેવાના છે.

આ પણ વાંચોઃઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સ માટે તૈયારીઓ પૂર્ણ, વડાપ્રધાન મોદી 5 માર્ચે આવે તેવી શક્યતા

નરેન્દ્ર મોદી વડોદરા આવશે કે નહીં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

કેવડીયા ટેન્ટ સિટી ટૂમાં ઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સ પૂર્ણાહુતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવશે કે નહીં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ વડોદરા એરપોર્ટ ખાતે VVIP મુવમેન્ટ પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Last Updated : Mar 5, 2021, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details