ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં કલાલી સહજાનંદ ડુપ્લેક્ષમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું - Unidentified smugglers broke into the building

વડોદરામાં સોમવારે મોડી રાત્રે કલાલી સહજાનંદ ડુપ્લેક્ષમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાં અવાજ થતા પરિવારના સભ્ય જાગી ગયા હતા. જેથી તેમણે વિરોધ કરતા તસ્કરોએ તેમના પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી તેમને માથાના ભાગે ઇજા થઇ હતી. તેમજ અન્ય સાગરીતે સ્ટીલની તપેલીથી તેમના પર હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પાર્થે બુમો પાડતા પરિવારના અન્ય સભ્યો જાગી ગયા હતા.

Sahajanand Duplex in Vadodara
વડોદરામાં કલાલી સહજાનંદ ડુપ્લેક્ષમાં એક મકાનને અજાણ્યા તસ્કરોએ બનાવ્યું નિશાન

By

Published : Jul 14, 2020, 10:17 PM IST

વડોદરાઃ શહેરમાં સોમવારે મોડી રાત્રે કલાલી સહજાનંદ ડુપ્લેક્ષમાં એક મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાં અવાજ થતા પરિવારના સભ્ય પાર્થ જાગી ગયો હતો. જેથી તેમણે વિરોધ કરતા અજાણ્યા શખ્સે તેમના પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી તેમને માથાના ભાગે ઇજા થઇ હતી. તેમજ અન્ય સાગરીતે સ્ટીલની તપેલીથી તેમના પર હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પાર્થે બુમો પાડતા પરિવારના અન્ય સભ્યો જાગી ગયા હતા.

વડોદરામાં કલાલી સહજાનંદ ડુપ્લેક્ષમાં એક મકાનને અજાણ્યા તસ્કરોએ બનાવ્યું નિશાન

અજાણ્યા તસ્કરો પકડાઇ જવાના ડરથી પાછળના દરવાજેથી ફરાર થઇ ગયા હતા. પાર્થની બુમો સાંભળી તેમના ઘરની સામે રહેતા શખ્સ મદદે દોડી આવ્યા હતા. મકાનની પાછળના ભાગે લોખંડની જાળીનું તાળું તોડી બે અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. જોકે મકાનમાંથી કંઈપણ ચોરી કરવામાં અજાણ્યા તસ્કરો સફળ થયા ન હતા. લોહી લુહાણ હાલતમાં ઇજનેર પાર્થને સારવાર અર્થે ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યાં હતા.

પાર્થના માથાના ભાગે લાકડીના ફટકાથી ઇજા થતા તેઓને 10 ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે માંજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સવારના સમયે તસ્કરો ત્રાટક્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા લોકોમાં ભય અને ગભરાટની લાગણી પ્રસરી હતી.

ABOUT THE AUTHOR

...view details