ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં તિરંગા ઝંડા બાબતે થયેલી રકઝક બાદ અજાણ્યા શખ્સે વિદ્યાર્થીઓ પર તાકી બંદૂક

દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને વડોદરામાં MS યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ વહેચવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સ આવ્યો અને ધ્વજ વહેચવા પર મનાઈ કરવામાં આવી હતી. આ બાદ, વિદ્યાર્થીઓએ પ્રતિકાર કરતા કરતા તેમની બંદૂક બતાવવામાં આવી હતી. આ બાદ તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. Azadi ka Amrit Mahotsav

વડોદરામાં તિરંગા ઝંડા બાબતે થયેલી રકઝક બાદ અજાણ્યા શખ્સે વિદ્યાર્થીઓ પર તાકી બંદૂક
વડોદરામાં તિરંગા ઝંડા બાબતે થયેલી રકઝક બાદ અજાણ્યા શખ્સે વિદ્યાર્થીઓ પર તાકી બંદૂક

By

Published : Aug 14, 2022, 8:15 PM IST

વડોદાર MS યુનિ.ના વિદ્યાર્થી નેતા અને તેના સાથીઓ દ્વારા તિરંગા (Har Ghar Tiranga Champaign) ઝંડાઓનું વિતરણ કરવામાં આવતું (Azadi ka Amrit Mahotsav) હતું. આ દરમિયાન, અજાણ્યા વ્યક્તિએ સયાજીગંજ પોલીસ મથકથી ગણતરીના અંતર પર વિદ્યાર્થી નેતાને ઝંડા આપવા બાબતે રકઝક કરીને હથિયાર બતાવ્યું હતું. આ મામલો સપાટી પર આવતા પીસીબી સહિતની ટીમો એક્ટિવ થઇ ગઇ હતી. આ બાદ, મોડી સાંજે અજાણ્યા શખ્સની સીસીટીવી ફૂટેજના આધારે વધુ ભાળ મેળવીને અટકાયત કરવામાં આવી હતી. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :Har Ghar Tringa સોમનાથ મંદિર પણ રંગાયુ રાષ્ટ્રભક્તિના રંગમાં, જૂઓ અદભૂત્ માહોલ

તિરંગો વહેચવાની પાડી ના :વિધાર્થી નેતાએ કહ્યું કે, દેશમાં તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આજે સવારે હું અને અમારી પાર્ટીના વિદ્યાર્થીઓ અલંકાર ટાવરમાં આવેલા ક્લાસીસમાં તિરંગાનું વિતરણ કરતા હતા. આ દરમિયાન બે અજાણ્યા શખ્સો અમારી પાસે આવ્યા અને તિરંગો કેમ વહેચો છો તેમ કહેવા લાગ્યા, પરંતુ અમે તેને ગણકાર્યા વગર અમારૂ કામ ચાલુ રાખ્યું તો તેણે મારા તથા મારા સાથીઓ પાસે રહેલો તિરંગો ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ અમે તેનો પ્રતિકાર કર્યો હતો. આ બાદ, અજાણ્યા શખ્સે તેની પાસે રહેલું ચામડાનું કવર કાઢ્યું અને તેમાંથી બંદૂક કાઢીને મારી તરફ તાકી હતી. બંદૂક જોતા જ અમે ત્યાંથી ભાગી ગયા હતા. બંદૂક તાકનાર અજાણ્યો શખ્સ પણ ત્યાંથી જતો રહ્યો હતો. આ ઉપરાંત, જતા જતા તેણે અમને જોઇ લેવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ અમે સીધા જ સયાજીગંજ પોલીસ મથક આવ્યા અને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો :આઝાદી બાદ ચૂકવવી પડી હતી મોટી કિંમત, ભારત-પાકના કેવી રીતે પડ્યા હતા ભાગલા

બંદૂક નહી પણ લાઈટર :જો કે, લેખિત ફરિયાદ બાદ પીસીબીની ટીમ એક્શનમાં આવી હતી. આ વિસ્તારના સીસીટીવી ફંફોસવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદના ગણતરીના કલાકોમાં જ યુવકની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, અટકાયત કરેલા યુવકનું નામ કબીર ખાન પઠાન, (રહે, નવાયાર્ડ, મુળ યુ.પી) અને તે કોલ સેન્ટરમાં નોકરી કરે છે. હાલ પીસીબી દ્વારા તેની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં યુવકે વિદ્યાર્થી નેતા પર તાકેલી વસ્તુ બંદૂક નહિ પણ બંદૂક જેવું લાઇટર હતું. હવે સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે.

ABOUT THE AUTHOR

...view details