- કુખ્યાત બુટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇની સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવી ધરપકડ
- બુટલેગરનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા પાદરા પ્રાથમિક કેન્દ્રમાં દાખલ કરાયો હતો
- બુટલેગરને તક મળતા બેડની ચાદરની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી થયો ફરાર
વડોદરા: પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા કુખ્યાત બુટલેગર સોમવારે વહેલી સવારે ફરાર થઇ જતા જિલ્લા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બુટલેગરે ચાદર ફાડી તેની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસનો બંદોબસ્ત છતાં કુખ્યાત બુટલેગર ફરાર થવામાં સફળ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.
આ પણ વાંચો:વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિ હરિદ્વારમાં કરાયા વિસર્જન
બૂટલેગર હોસ્પિટલમાંથી ચાદરની દોરી બનાવી બારીમાંથી ફરાર
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરીના ગુનામાં કુખ્યાત બૂટલેગર અશોક ક્રિશ્નારામ બિશ્નોઇની ટ્રાન્સફર વોરંટથી સુરત સેન્ટ્રલ જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી અને તેને વડું પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ બૂટલેગરનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતાં પાદરા પ્રાથમિક કેન્દ્રમાં 17 મેથી સારવાર લઇ રહ્યો હતો. દરમિયાન તેને તક મળતાં જાપતામાંથી પોલીસને ચકમો આપી ચાદરની દોરી બનાવી કોવિડ સેન્ટરની બારીમાંથી ફરાર થઇ ગયો હતો. બૂટલેગર કોવિડ સેન્ટરમાંથી ફરાર થઇ ગયો હોવાની જાણ જિલ્લા પોલીસને થતાં તેને ઝડપી પાડવા પોલીસતંત્રએ દોડધામ કરી મૂકી હતી, જોકે બૂટલેગરના કોઇ સગડ મળ્યા ન હતા.