- સાઈબર ક્રાઈમના બે આરોપી હરિયાણાથી ઝડપાયા
- ક્રાઈમ બ્રાન્ચે એકાઉન્ટ નંબર તથા સિમકાર્ડ અભ્યાસ કરી આરોપીઓને ઝડપ્યા
- આરોપીની કોવિડ- 19 ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરાઈ
- ગેગના સભ્યોની ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે
વડોદરા: રાવપુરા ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્ય ત્રિવેદી ફેન ક્લબનો ફેસબુકમાં એકાઉન્ટ ચાલી રહ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે કોઈ ખોટી ફેસબૂક એકાઉન્ટ બનાવીને તે એકાઉન્ટ પરથી મદદના નામે રૂપિયા 15 હજારની માંગણી કરે તેવા રૂપિયા phone pay એકાઉન્ટમાં જમા કરવાનો મેસેજ કરતા હતા. આ માહિતી અધ્યક્ષને મળતા રાજેન્દ્ર ત્રિવેદીએ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ અને પ્રતિષ્ઠાને નુકસાન થાય તે રીતે કાવતરુ ઘડતા અભદ્ર શબ્દનો ઉલ્લેખ કરી મેસેજનો ગુનો કરવા બાબતે ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં કરી હતી. આ અંગે સાઇબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા ટેકનિકલ ફર્સ્ટ 800થી વધારે મોબાઈલ નંબરનો ઉપયોગ થયેલો જણાવીને બેંક ખાતાની માહિતી મેળવતા લોકેશન હરિયાણાનું મળતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા CCTVના આધારે ફોટામાં આરોપી ભોલેરામ શર્મા રહ્યો હતો.