ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના સોની પરિવાર આત્મહત્યા કેસને મામલે બે જ્યોતિષની ધરપકડ - vadodara mass suicide case

વડોદરાનાના સોની પરિવાર સામુહિક આત્મહત્યામાં 9 તાંત્રિક આરોપીઓ વડોદરા પૈકી પોલીસ ને બે તાંત્રિક ઝડપી પાડવામાં સફળતા મળી છે અને જે ખુલાસા બહાર આવ્યા છે તે કોઈ ફિલ્મી સ્ટોરી કરતા ઓછા નથી.

વડોદરા
વડોદરા

By

Published : Mar 14, 2021, 9:43 AM IST

  • સમાં પોલીસે રાજસ્થાનથી બે જ્યોતિષની ધરપકડ કરી
  • 9 જ્યોતિષ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે
  • મૃત તાંત્રિક ગજેન્દ્ર ભાર્ગવ જીવિત હોવાનું બહાર આવ્યું
    DCP લખધીર સિંહ ઝાલા

વડોદરા: સોની પરિવાર સામુહિક આત્મહત્યા કેસમાં 6 સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી 5 સભ્યોના મોત થઈ ચૂક્યા છે. પોલીસે આત્મહત્યા કેસમાં 9 તાંત્રિકો સામે ગુનો નોંધ્યો હતો કે જેમણે 32 લાખ રૂપિયા પડાવ્યા જેના કારણે પરિવારે આત્મહત્યા કરવાનો વારો આવ્યો. સમાં પોલીસની બે ટીમોએ તાંત્રિકોને ઝડપી પાડવા રાજસ્થાનમાં ધામાં નાખ્યા હતા. જેમાં નાગોર ગામમાં રહેતા સીતારામ ભાર્ગવ અને ગજેન્દ્ર ભાર્ગવ નામના બે તાંત્રિકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સોની પરિવાર સામૂહિક આત્મહત્યા કેસ: આરોપીઓને શોધવા પોલીસના અમદાવાદ અને રાજસ્થાનમાં દરોડા

સોની પરિવારના મોભી નરેન્દ્ર સોનીએ જ્યોતિષની પાછળ 32 લાખ ગુમાવ્યા હતા

DCP લખધીર સિંહના જણાવ્યા મુજબ વડોદરાનો તાંત્રિક હેમંત જોશી સોની પરિવારના સંપર્કમાં આવ્યો હતો અને તેમના ઘરમાં ધન દટાયું હોવાનું જણાવી તેમનો સંપર્ક વડોદરાના પાણીગેટ ખાતે રહેતા સીતારામ ઉર્ફે સાહિલ ભાર્ગવ સાથે કરાવ્યો હતો. સાહિલ ભાર્ગવે ઘરમાં ધન હોવાનું કહી ખોદકામ કરાવી ચાંદી કાઢીને બતાવી હતી અને ફી પેટે 3.50 લાખ પડાવ્યા હતા. જ્યાર બાદ પરિવાર પુષ્કર ગયો હતો ત્યાં અગાઉથી જ તાંત્રિક સીતારામ ઉર્ફે સાહિલ ભાર્ગવે વધુ ધન માટે ઊંચા ગજાના તાંત્રિક ગજેન્દ્ર ભાર્ગવને મળવા જણાવ્યું હતું. ગજેન્દ્ર ભાર્ગવે પરિવારને ધન મેળવી આપવાની લાલચ આપી 4 લાખ પડાવ્યા હતા અને પરિવાર માટે એક વિધિ કરી વડોદરા આવવાનું વચન આપ્યું હતું. બાદમાં એકાએક સીતારામ ભાર્ગવે જણાવ્યું હતું કે, તાંત્રિક ગજેન્દ્ર ભાર્ગવ મૃત્યુ પામ્યા છે જે સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આપઘાત કેસ મામલે પોલીસે મોબાઈલ લોકેશન આધારે નાગોર ગામમાં જતા મૃત બતાવાયેલ તાંત્રિક ગજેન્દ્ર ભાર્ગવ જીવિત હોવાનું અને દરજીકામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે બંને તાંત્રિકોની ધરપકડ કરી છે અને વધુ 7તાંત્રિકો પણ ટૂંક સમયમાં જેલના સળિયા ગણતા હશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો:સમામાં સોની પરિવાર આત્મહત્યા કેસમાં પોલીસ જ્યોતિષોની શોધમાં

ABOUT THE AUTHOR

...view details