વડોદરા:શહેરના નિઝામપુરા વિસ્તારના(Nizampura area of Vadodara) અર્પણ કોમ્પ્લેક્સમાં આવેલા એક ખાનગી ટ્યુશન ક્લાસના(Private Tuition Class in Arpan Complex) શિક્ષકે બદ ઇરાદાથી પોતાના ક્લાસમાં આવતી વિદ્યાર્થીનીને વોડકા દારૂ(Vadodara Teacher Give Alcohol to Student) પીવડાવતા તબિયત લથડી હતી. વિદ્યાર્થીનીની તબિયત બગડ્યા બાદ ગભરાઇ ગયેલી શિક્ષક વિદ્યાર્થીનીને તેના ઘરે મુકી આવ્યો હતો. બેભાન અવસ્થામાં ઘરે આવેલી દીકરીની હાલત જોઇ માતા ચોંકી ઉઠી હતી. દીકરીની હાલત માટે શિક્ષક જવાબદાર હોવાનો આરોપ લગાવતા ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે શિક્ષક સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:પેટલાદમાં 8 વર્ષની બાળકી સાથે જાતીય સતામણી, પોલીસે 18 વર્ષીય કર્મકાંડી યુવાનની કરી ધરપકડ
શિક્ષક જાતે વિદ્યાર્થીને ઘરે મૂકી આવ્યો- શિક્ષકે ટ્યુશન ક્લાસમાં(Tuition Class Teacher in Nizampura) અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસ પૂરો થયા બાદ પણ બેસાડી રાખી ટ્યુશનનો સમયગાળો પૂરો થયા બાદ અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યા હતા. દરમિયાન કેફી પીણું પીવડાવ્યું અને વિદ્યાર્થીને ઘરે શિક્ષક જાતે છોડી આવ્યો હોવાની વાત સામે આવી છે, શિક્ષકે કયા કારણો સર કેફી પીણું પીવડાવ્યું હતું. તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ શિક્ષકની અટકાયત કરી કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સાથે વિદ્યાર્થીની પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય, તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:Sexual Harassment: રાજકોટ જિલ્લા ભાજપ અગેવાનના પતિએ વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં કર્યા, આરોપી હાલ ફરાર
દીકરીને લથડીયા ખાતા જોઈ પરિવાર ચોંકી ઉઠ્યો -પ્રાથમિક માહિતી પ્રમાણે, અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને દારૂ પીવડાવ્યા બાદ તેની હાલત જોઈ પ્રશાંત ગભરાઈ ગયો હતો અને પોતાની ગાડીમાં ભોગ બનનાર વિદ્યાર્થીનીને તેના ઘરે જઈને છોડી આવ્યો હતો. વિદ્યાર્થીની પોતાના ઘરે અર્ધ બેભાન હાલતમાં પહોંચ્યા પછી પણ તેના શરીરનું સંતુલન જળવાતું ન હતું. જેથી ઘરમાં હાજર પરિવારને દીકરીની હાલત જોઈ શંકા ગઇ હતી. જેથી માતાએ આ અંગે દીકરીની પૂછપરછ કરતા તેણે ટ્યૂશન કલાસમાં બનેલી ઘટનાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ અંગે પીડિત યુવતીના માતાએ ફતેગંજ પોલીસ મથકે(Fateganj Police Station) ગુનો નોંધાવતા પોલીસે એજ્યુકેશન ક્લાસના પ્રશાંત સર વિરુદ્ધ જાતીય સતામણી તથા વિદ્યાર્થીનીને જબરદસ્તી દારૂ પીવડાવવા અંગે ગુનો દાખલ કરી અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.